તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મહેમદાવાદના કતકપુરામાં મરણોત્તર પ્રસંગમાં ટેપ વગાડતાં ઠપકો કરતાં ઝઘડો થયો, ચાર વ્યક્તિઓનો ઠપકો આપનાર પર લાકડી વડે હુમલો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેમદાવાદના કતકપુરા ગામે અડોશ પડોશમાં રહેતા એક જ કુટુંબના સભ્યો બાખડ્યાં છે. મરણોત્તર પ્રસંગમાં મોટા અવાજે ટેપ વગાડતાં જે બાબતે ઠપકો કરતાં મામલો ઝઘડામાં ફેરવાયો હતો. ઉશ્કેરાયેલા ચાર વ્યક્તિઓએ ઠપકો કરનાર ઈસમ પર લાકડી વડે હુમલો કર્યો છે. આ અંગે ખેડા ટાઉન પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ કતકપુરા ગામે રહેતા સમીરમીંયા મલેકના મમ્મીનું પખવાડિયા અગાઉ અવસાન થયું હતું. આ મરણોત્તર પ્રસંગમાં પડોશમાં રહેતા તેમના સંબંધી શાહરૂખમીંયા મલેક, સાબીરમીંયા મલેક બન્ને લોકો મોટા અવાજે ટેપ વગાડતાં હતા. જે બાબતે ગતરોજ સમીરમીંયાએ ઉપરોક્ત બન્નેને ઠપકો કર્યો હતો. ઉપરાંત જમીન બાબતના વિવાદમાં ગામના અન્ય લોકોની ચઢવણીનો ખોટો વહેમ રાખી ઉપરોક્ત બન્નેએ સમીરમીંયાને ગાળો બોલી હતી.

ગાળો બોલવાની ના પાડતા બન્ને લોકો ઉશ્કેરાઈ જઈ સમીરમીંયાને લાકડી ફટકારી હતી. સાથે સાથે તેમના સંબંધીઓએ સમીરમીંયાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમીરમીંયાને માથાના ભાગે લાકડી વાગી જતાં તેઓ ઘવાતા તુરંત સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે સમીરમીંયા મલેક ખેડા ટાઉન પોલીસ મથકે શાહરૂખમીંયા મલેક, સાબીરમીંયા મલેક, ઈસુબમીંયા મલેક અને ભીખુમીંયા મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...