સરપંચના તાજનો મંગળવારે ફેસલો:ખેડા જિલ્લામાં કુલ 81.85% મતદાન, ચોરે અને ચોકે એક જ પંચાત, કોનું મંગળ થશે?

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂ - Divya Bhaskar
નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂ
  • સૌથી વધુ કઠલાલ તાલુકામાં 86.9% અને સૌથી ઓછું વસો તાલુકામાં 73.52% મતદાન
  • સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 6776 ઉમેદવારનો ભાવી મતદાન પેટીમાં સીલ થયા
  • આવતીકાલે સવારથી 10 સ્થળે મતગણતરી હાથ ધરાશે
  • મતગણતરી સેન્ટર બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી ગત રોજ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 81.85% મતદાન થયું છે. જેમાં સૌથી વધુ કઠલાલ પંથકમાં 86.9%અને સૌથી ઓછું વસો પંથકમાં 73.52% મતદાન થયું છે. તો આ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 6776 ઉમેદવારનો ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે. ચોરે અને ચોકે એક જ પંચાત થઇ રહી છે કે, મંગળવારે કોનું મંગળ થશે? જે આવતીકાલે મતગણતરી દરમિયાન જ માલૂમ પડશે. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્ર એ હાશકારો લીધો છે. આવતીકાલે જીલ્લાના 10 તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂલ સ્ટ્રોંગ રૂમ
નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂલ સ્ટ્રોંગ રૂમ

ખેડા જિલ્લામાં રવિવારે 417 ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 9 લાખ 81 હજાર 305 મતદારો પૈકી 803191 મતદારોએ મતદાન કર્યું હતું. તો આ સાથે જીલ્લામાં કુલ 81.85% મતદાન થયું હતું. મતદારોએ ઉત્સાહ અને જોમ સાથે મતદાન કર્યું હતું. 417 ગ્રામ પંચાયતોમાં સરપંચોની 414 બેઠકો અને 1333 વોર્ડની બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સરપંચ પદના 1465 અને વોર્ડના સભ્યો પદના 5311 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ થયા હતા. જે બાદ તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ નિયત કરેલ સ્ટ્રોંગ રૂમ પર લાવવામાં આવી હતી. આવતીકાલે સવારથી 10 તાલુકાના મતગણતરીના સેન્ટર પર બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. આ વચ્ચે તમામ મતગણતરી સેન્ટર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. તો આ મતની માયાજાળમાં કોણ વિજેતા બનશે અને કોણ પરાજીત તે આવતીકાલે માલૂમ પડશે.

મતગણતરી ક્યાં હાથ ધરાશે?
મંગળવારે સવારે નડિયાદમાં બાસુદીવાલા હાઇસ્કૂલ, માતરમાં એન. સી. પરીખ હાઇસ્કૂલ, ખેડામાં એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ, મહેમદાવાદમાં શેઠ જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં એમ. ડી. શાહ કોમર્સ કોલેજ, કઠલાલમાં શેઠ એમ. આર. હાઇસ્કૂલ, કપડવંજમાં શેઠ એમ. પી. મ્યુનિસિપલ હાઇસ્કૂલ, ઠાસરામાં ભવન્સ કોલેજ, ગળતેશ્વરમાં ધી મોર્ડન હાઈસ્કુલ સેવાલીયા અને વસોમાં એ. જે. હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગતરોજ યોજાયેલ મતદાન પર સંપૂર્ણ એક નજર કરીએ તો જિલ્લાના 10 તાલુકામાં આ પ્રમાણે મતદાન નોંધાયું છે.

નડિયાદ
નડિયાદ તાલુકાના 48 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 172892 પૈકી મતદાન કરેલ પુરૂષ 68807 તથા સ્ત્રી 61782 મળી કુલ 130589 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 75.53% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

માતર
માતર તાલુકાના 32 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 72331 પૈકી મતદાન કરેલ પુરૂષ 30899 તથા સ્ત્રી 27198 મળી કુલ 58097 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 80.32% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

ખેડા
ખેડા તાલુકાના 27 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 58912 પૈકી મતદાન કરેલ પુરૂષ 25862 તથા સ્ત્રી 23030 મળી કુલ 48892 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 82.99% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

મહેમદાવાદ
મહેમદાવાદ તાલુકાના 59 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 150283 પૈકી મતદાન કરેલ પુરૂષ 67506 તથા સ્ત્રી 60724 મળી કુલ 128230 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 85.33% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

મહુધા
મહુધા તાલુકાના 36 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 76036 પૈકી મતદાન કરેલ પુરૂષ 31614 તથા સ્ત્રી 27858 મળી કુલ 59472 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 78.22% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

કઠલાલ
કઠલાલ તાલુકાના 46 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 125896 પૈકી મતદાન કરેલ પુરૂષ 56666 તથા સ્ત્રી 51724 મળી કુલ 108390 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 86.9% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

કપડવંજ
મહેમદાવાદ તાલુકાના 93 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 162470 પૈકી મતદાન કરેલ પુરૂષ 73204 તથા સ્ત્રી 66237 મળી કુલ 139441 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 85.83% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

ઠાસરા
ઠાસરા તાલુકાના 44 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 77309 પૈકી મતદાન કરેલ પુરૂષ 34285 તથા સ્ત્રી 31294 મળી કુલ 65579 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 84.83% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકાના 18 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 36165 પૈકી મતદાન કરેલ પુરૂષ 14939 તથા સ્ત્રી 13524 મળી કુલ 28463 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 78.72% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

વસો
વસો તાલુકાના 14 ગ્રામ પંચાયતોમાં કુલ મતદારો 49020 પૈકી મતદાન કરેલ પુરૂષ 19127 તથા સ્ત્રી 16911 મળી કુલ 36038 મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે આ તાલુકાની ટકાવારી જોઈએ તો 73.52% મતદાન સવારે 7થી સાંજના 6 સુધી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...