ખેડા જિલ્લાના વડામથક નડિયાદ એપીએમસીની ચૂંટણી જાહેર થઈ ચુકી છે. ભાજપના પ્રભુત્વ વાળી એપીએમસી માટે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. ત્યારે જિલ્લાની મહત્વની સહકારી સંસ્થા કબ્જે કરવી બંને પક્ષો માટે મહત્વની બની રહેશે. 16 બેઠકો વાળી આ એપીએમસીમાં ભાજપનું પ્રભુત્વ છે.
નડિયાદ એપીએમસીમાં ખેડુત મત વિભાગની 10, વેપારી મત વિભાગની 04 અને સહકારી મત વિભાગની 02 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે સોમવારે 11 થી 5 સુધી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરવામાં આવશે. મંગળવારે સવારના 11 થી ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે. જે બાદ તા.26ના સવારે 11 થી 3 દરમિયાન ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ તા.4 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન મતદાન અને 5 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યે મતગણતરી યોજાનાર છે.
મહત્વની વાત છેકે નડિયાદ એપીએમસીના ચેરમેન તરીકે વિપુલ પટેલ કાર્યરત છે. જેઓ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ હોઈ આ ચૂંટણીનું મહત્વ ઘણું વધી જાય છે. બીજી તરફ નડિયાદ એપીએમસીમાં કોંગ્રેસ પ્રેરિત અને દબદબો બતાવી શકે તેવા ઉમેદવાર ન હોઈ ભાજપ પ્રેરિત પેનલને જીત માટે ફરી એક વાર સત્તા મેળવવાનું સરળ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.