ગ્રામપંચાયત ચૂંટણી LIVE:ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન, સાંજે 5 વાગ્યા સુધીમાં 64.16 ટકા મતદાન થયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • 9 લાખ 93 હજાર 560 મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

ખેડા જિલ્લાની 432 પૈકી 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લાની કુલ 417 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 288 સંવેદનશીલ મથકો છે વળી 174 અતિ સંવેદનશીલ મથકો છે. આજે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે 1465 ઉમેદવારો અને વોર્ડના સભ્યો માટે 5311 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવી 9 લાખ 93 હજાર 560 મતદારો નક્કી કરશે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 64.16 ટકા મતદાન થયું છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

ગુજરાત કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પોતાના ગામ મહેમદાવાદના વાંઠવાળી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને તમામને મતદાન માટે અપીલ કરી હતી.

સંવેદનશીલ-અતિસંવેદનશીલ મથક પર પોલીસની ચાંપતી નજર
જિલ્લાના 10 તાલુકા મથકોની 417 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. 417 ગ્રામ પંચાયતો માટે 1465 સરપંચ પદના ઉમેદવારો છે. 1333 વોર્ડ માટે 5311 વોર્ડ સભ્યના ઉમેદવારો છે. જે માટે 5 લાખ 12 હજાર 167 પુરૂષ અને 4 લાખ 81 હજાર 379 સ્ત્રી મતદારો સહિત કુલ 9 લાખ 93 હજાર 560 મતદારો મતદાન કરશે. મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્રએ 288 સંવેદનશીલ અને 174 અતિ સંવેદનશીલ મથકો અલગ તારવ્યા છે. જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ચૂંટણી કામગીરીમાં 2 હજાર 649 પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત છે.

અન્ય સમાચારો પણ છે...