તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:અડાસરમાં વિદેશી દારૂની તપાસમાં ગયેલી પોલીસને દેશી દારૂ હાથ લાગ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને હાથ ઘસતાં રાખી ચારેય પોબારા ભણી ગયા

ખેડાના અડાસર ગામની સીમમાંથી ખેડા ટાઉન પોલીસને દેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. જ્યારે દેશી દારૂનો વેપલો કરતાં ચાર બુટલેગર પોલીસને થાપ આપી પલાયન થઇ ગયા હતા. પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેડાના કઠવાડા ગામે રહેતાં અર્જૂન પ્રભાતભાઇ ચુનારા તથા સુનીલ પ્રભાતભાઇ ચુનારા અડાસર ગામની સીમમાં જાહેરમાં દેશી દારૂ કેરબામાં ભરીને વેચતાં હોવાની હકીકતના આધારે ખેડા ટાઉન પોલીસે છાપો મારતાં દેશી દારૂ ભરેલાં બે કેરબા (70 લિટર રૂ.1400)ને સ્થળ પર મુકી નાસી છૂટ્યાં હતા. પોલીસે દેશી દારૂ ભરેલાં કેરબા કબજે લઇ ફરાર બન્ને શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કર્યો હતો.

તેવી જ રીતે, અડાસર ગામનો સંજય વિઠ્ઠલભાઇ દેવીપૂજક તથા કરણ અરવિંદભાઇ ચુનારા (રહે.કઠવાડા) દેશી દારૂનો માલ વેચતાં હોવાની બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે રેઇડ પાડતાં બન્ને શખસ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 360 રૂપરડીનો 18 લિટર દેશી દારૂનો જથ્થો કબજે લઇ બન્ને શખસ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો