તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ડાકોર નજીક ટ્રક લૂંટકાંડમાં પોલીસ રાજસ્થાન દોડી ગઇ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • લૂંટારૂ શખસો ડ્રાઇવરનો મોબાઇલ ફોન તફડાવી ગયા

વડોદરાથી દિલ્લી પ્લાસ્ટિકના દાણા ભરીને જતી ટ્રકના ચાલક તથા ક્લીનરને ઠાસરા નજીક બંધક બનાવી ચાર શખસે ટ્રક સાથે 31 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે ગુનામાં ઠાસરા પોલીસ ગુનેગારોને ઝડપી લેવા રાજસ્થાન દોડી ગઇ હતી.

વડોદરામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં રાજેશકુમાર જયસીંગ પુનિયાની ટ્રકમાં મોક્સી ગામેથી 30/01ના રોજ પ્લાસ્ટિકના દાણાનો માલ ભરીને વડોદરાથી દિલ્લી જવા માટે ટ્રકચાલક અરશદ સાવનખાન તથા તેના ભત્રીજા જયેદ આતીક મુસલમાન નીકળ્યાં હતા. ત્યારે ડાકોરથી કપડવંજ રોડ પર ટ્રકના ચાલકે ઓવરટેક કરી ટ્રક ઉભી રખાવી હતી.

અને તેમાંથી ઉતરેલા ચાર શખસે ડ્રાઇવર અરશદ મુસલમાન તથા ભત્રીજા જયેદ આતીકને મારપીટ કરી બંધક બનાવી 31 લાખનો પ્લાસ્ટિકના દાણાનો માલ ભરેલી ટ્રકની લૂંટ ચલાવી થોડે સુધી ટ્રકને ચલાવી આગળ છોડી મુકી માલની બોરીઓ તેની ટ્રકમાં ભરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ટ્રાન્સપોર્ટ માલીક રાજેશકુમાર પુનિયાએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચારેય ઇસમોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો