તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વસો પાસે ત્યજાયેલ બાળકીના પરિવાર સુધી પોલીસ પહોંચી

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામપુર સરકારી દવાખાનામાં ડિલીવરી કરાવાઇ હતી

વસો ફાટક પાસે ઝાડી - ઝાંખરામાંથી નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જે મામલે વસો પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી બાળકીને માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી, પોલીસ દ્વારા આસપાસની તમામ હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં બાળકીના જન્મ થયા હોય તેવા માતા-પિતાની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બધા જ માતા-પિતા પોતાના સંતાનને લઇને આવ્યા હતા, પરંતુ એક દંપતિ એવું હતું કે, જેમણે દીકરી મૃત્યુ પામી હોવાનું કહેતાં જ પોલીસને શંકા ગઇ હતી.

જેથી તેમની કડક પૂછપરછ કરવામાં આવતાં, પોતે બાળકીને ત્યજી હોવાની કબુલાત કરી હતી. પોલીસ સામે દંપતિએ પોતે મૂળ દાહોદના અને હાલમાં વસો તાલુકાના રામપુરમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપી યુવકે પોતાની પત્ની અને સંતાન ઉપરાંત પોતાની સાળીને બીજી પત્ની તરીકે સ્વીકારી હતી તેણે બાળકીને જન્મ આપતા ઝાંડીઝાખરામાં બાળકીને ત્યજી દઇને રામપુર પરત જતાં રહ્યા હતા. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો