કાર્યવાહી:ખેડામાં જુગારના બે અડ્ડા પર પોલીસના દરોડા, 9 ઝડપાયા

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 67,400નો મૂદ્દામાલ જપ્ત, બંને બનાવોમાં એક ફરાર

ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી તે સમયે બાતમી મળી હતી કે બીડજ ગામમાં આવેલ ધુળાજી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી. જેમાં કેતનભાઇ પરમાર, સંજયભાઇ ડોડીયા, જગદીશભાઇ તડવી, રાજુભાઇ તડવી, કાળુભાઇ તડવી, સમીરસિંહ સીસોદિયા અને નીલેષભાઇ જયંતિભાઇ પરમારને ઝડપી પાડયા હતા.

ઉપરોક્ત સાતેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂ 12, 800, દાવ ઉપરથી રૂ 3, 100, મોબાઇલ ફોન નં-6 કિ રૂ 25, 000, મોટર સાયકલ કિ રૂ 25, 000 એમ મળી કુલ રૂ 65, 900 નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ખેડા તાલુકાના વિઠ્ઠલપુરામાં આવેલ શક્તિ માતાજીના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળ નીચે ચાલતા જૂગારનાઅડ્ડા ઉપર બાતમી આધારે દરોડો પાડયો હતો. આ બનાવમાં ગોપાલભાઇ મોતીભાઇ ઝાલાને ઝડપી પાડયા હતા.

પોલીસ ટીમે તેમની અંગઝડતી કરતા રોકડ રૂ 700 , દાવ પરથી રૂ 300, મોબાઇલ ફોન કિ રૂ 500 એમ મળી કુલ રૂ 1500 નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અજયભાઇ ભાથીભાઇ ગોહેલ પોલીસ ટીમને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. બંને બનાવો અંગે ખેડા પોલીસે કુલ-9 વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...