તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખેડામાં 10 દિવસમાં 123 લગ્ન પ્રસંગોમાં પોલીસના દરોડા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નગાળો શાંત થતાં ફરિયાદોની સંખ્યામાં પણ ઘટાડો

ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસ દરમિયાન કુલ 123 લગ્ન પ્રસંગોમાં પોલીસ ત્રાટકી છે. લગ્ન પ્રસંગોની ઓનલાઈન નોંધણી કરાવ્યા સિવાય અને પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરી ભીડ ભેગી કરવા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે પોલીસે લોકો સામે કાર્યવાહી કરી છે.

લગ્ન પ્રસંગના સંચાલકો સામે નોંધાયેલી જાહેરનામા ભંગની ફરિયાદોમાં 10 દિવસમાં આતરસુંબા-7, ચકલાસી-6, ડાકોર-6, કપડવંજ ગ્રામ્ય-4, કપડવંજ ટાઉન-3, કઠલાલ-9, ખેડા-લિંબાસી 3-3, મહેમદાવાદ-36, મહુધા-માતર 2-2, નડિયાદ ગ્રામ્ય-15, નડિયાદ ટાઉન-1, સેવાલિયા-11, ઠાસરા-6 અને વસોમાં-9 ફરિયાદો દાખલ થઈ છે. 10 દિવસ દરમિયાન સૌથી વધુ મહેમદાવાદમાં 36 લગ્ન પ્રસંગોમાં પોલીસે કાર્યવાહી કરી છે. કોરોનાના વધતા જતા ગ્રાફના કારણે તેને અટકાવવા માટે લોકો જાહેરમાં એકત્રિત ન થાય તે માટે પોલીસે કાર્યવાહી કરી છે. લગ્નગાળો હવે પૂર્ણતાને આરે આવતા પ્રસંગોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પરિણામે છેલ્લા 2 દિવસથી તેની ફરિયાદોનો ગ્રાફ પણ નીચે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...