ક્રાઈમ:ખેડાના ઠાસરા અને માતર પંથકમાં જુગારધામ પર પોલીસના દરોડા, 10 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડા જિલ્લામાં જુગારી પકડાયા
  • પોલીસે બન્ને બનાવમાં કુલ રૂ. 15,940નો મુદ્દામાલ કબ્જે કર્યો

ખેડા જિલ્લામાં ગત ચોવીસ કલાક દરમિયાન જુગાર રમતા બે જુદા જુદા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જિલ્લાના ઠાસરા અને માતર પંથકમાં જુગાર રમી રહેલા કુલ 10 ઇસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બન્ને બનાવમાં કુલ રૂપિયા 15,940નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઇસમો સામે જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
ઠાસરા તાલુકાના કલસર ગામે નવીનગરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી ડાકોર પોલીસને મળી હતી. આથી પોલીસે ગત રાત્રે ઉપરોક્ત જગ્યાએ છાપો મારી જુગાર રમી રહેલા યુસુફખાન સુજાતખાન પઠાણ, અહેશાનખાન સિકંદરખાન પઠાણ, ગુલામનબી કાસમમીંયા મલેક, અનવરહુસેન અહેમદમીંયા મલેક, ઐયુબમીંયા હુસેનમીંયા ગોહિલ, અલ્લારખાઆન નિઝામખાન પઠાણ, સલીમમીંયા કાસમમીંયા મલેક, બચુમીંયા અમિનમીંયા મલેક (તમામ રહે. કલસર, તા. ઠાસરા) ને ઝડપી લીધા છે. પોલીસે આ બનાવમાં દાવ ઉપરના રોકડ રૂપિયા અને અંગઝડતી મળી કુલ રૂપિયા 2,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને તમામ ઇસમો સામે જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી છે.

અન્ય એક બનાવની વિગત અનુસાર માતર તાલુકાના રણાસરા બસ સ્ટેન્ડ પાસે હારજીતનો આંક ફરકનો આંકડો લખતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. આથી પોલીસે ગત રોજ બપોરે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ આદરતા મકસુદ ઉર્ફે મુન્નો નબીઝ વ્હોરા (રહે. રણાસર, તા. માતર)ને રોકડ રૂપિયા 13,530/- સાથે ઝડપી પાડયો હતો. ઉપરાંત આંકડોઓ કપાવનાર આરોપી જાવેદખાન જુમ્માખાન પઠાણ (રહે. ખેડા) બનાવ સ્થળે નહી મળતા પોલીસે આ બનાવમાં કુલ બે ઇસમો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...