• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Identifying A Police Officer Near Nanadra In Thasra, Rs. The Court Rejected The Bail Pleas Of The Two Accused In The Rs 10 Lakh Robbery

જામીન અરજી રદ:ઠાસરાના નનાદરા નજીક પોલીસ ઓફિસરની ઓળખ આપી રૂ. 10 લાખની લૂંટ ચલાવનારા બેની જામીન અરજી કોર્ટે ફગાવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી રૂપિયા આપી ડબલ કિંમતનું પરચુરણ લેવા જતાં 9 શખ્સોના હાથે ઠગાયો
  • અજાણ્યા શખ્સોએ પોલીસ ઓફિસરની ઓળખ આપી વેપારીને લૂંટી લીધો હતો
  • વકીલ યુ.એ.ઢગટની દલીલો ધ્યાનમાં રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી

વડોદરાનો એક ઈસમ રૂપિયા આપી ડબલ કિંમતનું પરચુરણ લેવા જતા રૂપિયા 10 લાખમાં નનાદરા નજીક 9 વ્યક્તિઓના હાથે ઠગાયો હોવાની ફરિયાદ ઠાસરા પોલીસમાં નોંધાઈ હતી. આ પ્રકરણમાં પકડાયેલા બે આરોપીઓએ જામીન પર છૂટવા નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.

વડોદરાના રીંગરોડ પરની પરાગ સોસાયટીમાં રહેતા 42 વર્ષિય શખ્સ સાથે આ ઠગાઈની ઘટના બની હતી. ફેબ્રીકેશનનો વેપાર કરતા મેહુલકુમાર દિનેશચંન્દ્ર પંડ્યાને ગત 27મી સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રીના આશરે પોણા નવ વાગે તેમના મિત્ર રજનીકાન્તનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે નડિયાદના એક મહારાજ મુકેશ ઉર્ફે ગોરધન આશારામ મંદીરમાં સેવક છે. જેને મંદીરમાં દાનના આવેલ પરચુરણના રૂપિયા તેમજ રૂ. 10, 20 અને 100ની ચલણી નોટો ઘણી બધી ભેગી થયેલી હોવાથી તેને મુકવા માટે ઘણી બધી જગ્યા રોકાય છે.

તેણે આ પરચુરણને બદલે 500 અને 2 હજારની નોટો જોઇએ છે અને તેના બદલામાં ડબલ પરચુરણ રૂપિયા આપશે એમ કહ્યું હતું. જેથી મેહુલકુમારને લાલચ જાગી હતી. જેણે મિત્રો પાસેથી રૂ. 10 લાખ રોકડા લીધા હતા. તેમજ મેહુલ, તેના મિત્ર રજનીકાંત અને બીજા બે મિત્રો ગાડી લઈને ડબલ પરચુરણ લેવા માટે નીકળ્યા હતા અને 9 ગઠીયાએ તેમને ઠગ્યા હતા.

ઠગાઈ આચરનારા આ વ્યક્તિઓ પૈકી અમુક વ્યક્તિઓએ પોલીસ ઓફિસરની ઓળખ આપી ઉપરોક્ત વેપારીને ઠાસરાના નનાદરા નજીક લૂંટી લીધા હતા. આ અંગે ઠાસરા પોલીસમાં મેહુલ પંડ્યાએ ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી પોલીસે ઉપરોક્ત આરોપીઓને પકડી લીધા હતા.

આ પકડાયેલા આરોપીઓ પૈકી જગમોહન રામ પ્રસાદ શાસ્ત્રી અને ઠાસરા તાલુકાના મંજીપુરાના શેખ સિરાજ મહેબૂબમિયાએ જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. આ જામીન અરજી નડિયાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ યુ.એ.ઢગટની દલીલો ધ્યાનમાં રાખી કોર્ટે આ બંનેની જામીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...