તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:બાયડના ડાભા ગામેથી સબમર્શીબલ પંપની ચોરી કરીને આવતા આરોપીને ખેડા SOG પોલીસે ઝડપી પાડ્યો

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ-અમદાવાદ હાઇવે પરથી પોલીસે ચોરીના સબમર્શીબલ પંપ સાથે બેની અટકાયત કરી
  • સબમર્શીબલ પંપની અરવલ્લીના ડાભા ગામેથી ચોરી કરી હોવાની આરોપીની કબુલાત કરી

ખેડા SOG પોલીસે અમદાવાદ-કઠલાલ હાઈવે પરથી ચોરીના સબમર્શીબલ પંપ સાથે બે તસ્કરોની અટકાયત કરી છે. પોલીસે પહેલાં ચોરી કરનારા આરોપીને ઝડપ્યો અને ત્યારબાદ તેણે વેચાણ અર્થે આપેલા શખ્સ પાસેથી આ સબમર્શીબલ પંપ રીકવર કરી બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા SOG પોલીસનો સ્ટાફ ગતરોજ કઠલાલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન કઠલાલ-અમદાવાદ રોડ પરથી પસાર થતી એક શકમંદ ગાડીને પોલીસે અટકાવી હતી. પોલીસની પુછતાછમાં કાર ચાલકે પોતાનું નામ શાહબુદ્દીન સરફુદ્દીન સૈયદ (રહે. ખડગોધરા, ઠાસરા) હોવાનું જણાવ્યું છે.

વધુ પુછતાછમાં ઉપરોક્ત શાહબુદ્દીને એક માસ પહેલા આજ કારમાં અરવલ્લીના બાયડ પાસેના ડાભા ગામેથી સબમર્શીબલ પંપ મોટર સાથે ચોરી કરી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ અંગે આંબલીયારા પોલીસ મથકે પણ ચોરીનો ગુનો નોંધાયો છે.

આરોપીની ઉલટ તપાસમાં તેણે આ ચોરી કરી હોવાનો એકરાર કર્યો છે અને તેણે આ પંપ કઠલાલ ખાતે રહેતો ભંગારનો વેપારી રફીક કરીમ શેખને વેંચાણ આપ્યો હોવાની કબૂલાત કરી છે. તેથી પોલીસે રફીકની પણ અટકાયત કરી બન્ને ઈસમો સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...