તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કપડવંજ નજીક ઇકોની અડફેટે બે યુવક ગંભીર, પોલીસે ફરાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધી

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજ તાલુકાના કરકરીયા નજીક ઇકો ગાડીની ઠોકરે બાઇકસવાર બે યુવાનને ગંભીર ઇજા થતાં દવાખાને ખસેડાયા હતા. આ અંગે આતરસુંબા પોલીસે ફરાર કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના આકોટા, રામપુર ગામે રહેતાં શરીફભાઇ રાજુભાઇ બારોટ (ઉવ.21) તથા સાહેદ જુનેદભાઇ જાલુભાઇ રાવ ગત 5મીના બાઇક લઇને આતરસુંબાથી કરકરિયા રોડ પરથી પસાર થતાં હતા. ત્યારે લઘુશંકા કરવા બાઇક ઉભી રાખતાં એકાએક માતેલાસાંઢની જેમ ધસી આવેલી ઇકોગાડીના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારી પછાડી દેતાં શરીફભાઇ રાજુભાઇ બારોટ તથા સાહેદ જુનેદભાઇ જાલુભાઇ રાવને ગંભીર ઇજા પહોંચાડી ગાડી લઇને તેનો ડ્રાઇવર પલાયન થઇ ગયો હતો. આજુબાજુના લોકો દોડી આવીને ઘવાયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અંગે શરીફભાઇ રાજુભાઇ બારોટે ફરાર ગાડીચાલક વિરૂધ્ધ આતરસુંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો