ઓનલાઈન સટ્ટો:નડિયાદમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 69 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે સામે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં જુગારની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે. આ સાથે ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટાઓ પણ ખેલાઈ રહ્યા છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટી-ટ્વેન્ટી મેચમાં મોબાઈલ દ્વારા ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમને નડિયાદ એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ સટ્ટાના રેકેટમા અન્ય એકનો પણ નામ ખૂલ્યું છે. આમ પોલીસે રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન સાથે બે વ્યક્તિઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ એલસીબી પોલીસને ગતરાત્રે ચોક્કસ બાતમી મળી હતી કે નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલ કેનાલ નજીકની સૌંદર્ય વિલાના મકાન નંબર 42માં અફઘાનિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે રમાઇ રહેલી ટી ટ્વેન્ટી મેચમા સટ્ટો ખેલાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ અહીંયા ત્રાટકતા રોનક પ્રમોદભાઈ પટેલને ઓનલાઇન ક્રિકેટ મેચના સટ્ટો રમતા પકડી પાડ્યો હતો. વધુમાં આ મકાનમાં સર્ચ કરતા રોકડ રૂપિયા 59 હજાર પણ મળી આવ્યા હતા.

પોલીસે રોનક પાસેથી બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા આ મોબાઈલ ફોનમાં ડી.કે. ઉર્ફે સમીર (રહે.નડિયાદ)ના યુઝર આઈડી પાસવર્ડથી રૂપિયા લઇ ડિજિટલ ક્રેડિટ બેલેન્સ કરી આપી ક્રિકેટ સટ્ટાનો હાર-જીતનો જુગાર ઑનલાઇન રમતો હવાનું પર્દાફાશ થયો છે. આથી પોલીસે કુલ રૂપિયા 69 હજારનો મુદ્દામાલ સાથે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...