તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નડિયાદ યુવાનિધિ કૌભાંડમાં પોલીસનો બે વર્ષથી ઢાંકપિછોડો

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્ટે બે વર્ષ પહેલા કરેલી અરજી પોલિસે ગંભીરતાથી ના લીધી

નડિયાદમાં યુવા ગ્રુપ નામની કંપનીના નામે યુવાનિધિ સંસ્થાની શાખાઓ ખોલી અંદાજે 89 લાખની છેતરપિંડીની ઘટનામાં 24 કલાક પછી પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. એટલું જ નહીં આ કહેવાતી કંપનીની ગેરરીતિ અંગે ડીસેમ્બર 2019માં એજન્ટ સ્મિતાબેને અરજી દ્વારા જાણ કરી હતી પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કરવાના બદલે નિવેડો લાવવાનું ખાલી આશ્વાસન આપી મામલો દબાવી દેતા રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા છે.

નડિયાદના સ્મિતાબેન ગુજ્જર આ સંસ્થામાં એજન્ટ તરીકે જોડાયા હતા. આ સમયે બ્રાન્ચ મેનેજર તરીકે અલ્પેશ ગોહિલ અને ઝોનલ મેનેજર તરીકે બ્રહ્માનંદ દૂબે ફરજ બજાવતો હતો. 2019ના જૂલાઇમાં મેનેજિંગ ડિરેક્ટર અતુલસિંગ દ્વારા ઓડિટ આવવાનું હોવાથી બે માસ સુધી નાણાં નહીં મળે તેમ જણાવી ત્રણેય જણા વર્ગો કોમ્પલેશમાં આવેલી ઓફિસ બંધ કરી રવાના થઇ ગયા હતા. સ્મિતાબેન સહિતના એજન્ટોને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા નડિયાદ પોલીસ મથકે 89 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનામાં સંકળાયેલાના નિવેદન લેવાઇ રહ્યા છે
હાલ ઘટના સાથે સંકળાયેલા લોકોના નિવેદન લઇ રહ્યા છીએ. 89 લાખની ગેરરીતિ છે કે તેથી વધુ તે બાબત સઘન તપાસ બાદ જાણ થઇ શકે છે. આરોપીઓની ધરપકડ કરીશું. > બી. જી. પરમાર , પી.આઇ., નડિયાદ ટાઉન

અન્ય સમાચારો પણ છે...