આત્મહત્યા:વીરપુરમાં પોલીસ કોન્સ્ટેબલનો ગળાફાંસો ખાઇ આપઘાત

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાતલા મામાના ઘરે આત્મહત્યા કરી લેતાં ચકચાર

વિરપુર તાલુકાના તોરણામુવાડા-દાતલા ગામે મામાના ઘરે રહેતાં અને લુણાવાડા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇને મોત મીઠું કર્યું હતુ. જેના પગલે પોલીસ આલમમાં ગમગીની પ્રસરી ગઇ હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ આદરી છે.

વિરપુર તાલુકાના તોરણાના મુવાડા ગામે મામાના ઘરે રહેતાં કિરણ સોમાભાઈ ઠાકોર લુણાવાડા હેડ ક્વાર્ટર પર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતા. તેઓએ કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો. જેની જાણ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. મૃતક કિરણભાઇ મૂળ લુણાવાડા તાલુકાના તરણોચા ગામનો વતની હતા અને નાનપણથી તેના મામા પુનમભાઈ રામાભાઈ ખાંટના ઘરે તોરણાના મુવાડા (દાતલા) ગામે રહેતો હતા.

કિરણભાઇ સને 2017માં પોલીસમાં જોડાયા હતા. હાલ તેઓ મામાના ઘરે રહી લુણાવાડા હેડક્વાર્ટર એલ.આર.કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતા. નિત્યક્રમ મુજબ કિરણભાઇ સવારના 10 વાગ્યા સુધીમાં નોકરી જતા રહેતા હતા. પણ એ દિવસે કિરણઘરના સદસ્યો સાથે ચા પીવાના ટાઈમે બહાર નહીં આવતા મામાએ ઘરના અંદરના રૂમમાં તપાસ કરતા કિરણની ગળેફાંસો ખાઇ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યાં હતા. જે અંગે મૃતકના મામાએ વિરપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક કિરણભાઇ સારી રીતે ફરજ બજાવતાં’તા
કિરણના આત્મહત્યાને લઈને હાલ વિરપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. કિરણ લુણાવાડા ખાતેના હેડકવોટર પર નોકરી કરતો હતો 2017થી નોકરી ચાલુ કરી છે, નોકરી દરમ્યાન અત્યાર સુધી કોઈ બાબતની કોઇ ફરિયાદ આવી નથી. તમામ રીતે નોકરીની ફરજો સારી રીતે નીભાવતો પણ હતો.> એસ.બી.બામણીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, લુણાવાડા.

અન્ય સમાચારો પણ છે...