ડાકોર પોલીસમાં સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી-દેવતાઓની બિભત્સ પોસ્ટ મુકનારા અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ છે. ખેડા જિલ્લામાં વધુ એકવાર અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો છે. તાજેતરમાં ઠાસરાના સાઢેલી બાદ આ પંથકના વધુ એક ગામે કોમી ભાઈચારાને ખંડિત કરવાનું કાવતરુ થયું છે. જેમાં સોશિયલ મિડિયા પર હિન્દુ દેવી દેવતાઓના બિભસ્ત ફોટો-વિડિઓ બનાવી પોસ્ટ મૂકતાં મામલો ગરમાયો છે. આ મામલે ડાકોર પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે બે કોમ વચ્ચે અંતર વધે તેવા પ્રયત્નો ચોક્કસ તત્વો દ્વારા થઇ રહ્યા છે. જો કે ગઈકાલે બુધવારે રાતે ડાકોર પોલીસમાં લોકોએ દોડી આવી અરજી આપી હતી. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુઓની લાગણી દુભાય તેવા દેવી દેવતાઓના એડિટ કરેલા ફોટા મુક્યા હતા. અજાણ્યા આ એકાઉન્ટ વાળા શખ્સ સામે ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત થઇ હતી. આજે ગુરૂવારે ડાકોર પોલીસે આવું એકાઉન્ટ બનાવનારા અજાણ્યા વ્યક્તિ સામે વિધિસર ફરિયાદ નોંધી તેને પકડવા માટે કામગીરી હાથ ધરી છે.
ડાકોર પોલીસમાં નેસમાં રહેતા મિલનભાઈ ચંદ્રકાંત પટેલે આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ આઇડી બનાવી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વેર ઝેર પેદા થાય તેવા ફોટાઓ મૂકી હિન્દુઓની લાગણી દુભાય તેવા પ્રયત્નો કર્યા છે. અસામાજિક તત્ત્વોએ ઈન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટો-વિડિઓ બિભસ્ત બનાવી પોસ્ટ મૂકતાં ડાકોર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આરોપીને પકડી સજા કરવા લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.