તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પીજ આપઘાત પ્રકરણમાં 3 શખસો સામે પોલીસ ફરિયાદ

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં નોકરી છૂટી જતા નાણાં વ્યાજે લીધા હતા
 • વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીધી હતી

પીજના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર સારવાર મળી જતાં યુવકની તબિયત સુધારા પર છે. આ મામલે વસો પોલીસે ગુરૂવારે 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત રેલ્વે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીજમાં રહેતા કાર્તિક નાગરાજન ઐયરે લોકડાઉન દરમિયાન નોકરી છૂટી ગયા બાદ રૂપિયાની જરૂર ઉભી થઇ હતી. જેથી તેઓએ અર્પિત કમલકાંત યાદવ, ભોપાભાઇ પરમાર અને વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.

જે રૂપિયાની સામે તેઓએ ધરખમ વ્યાજની ચુકવણી કરી હોવાછતાં પણ લેણદારો સતત તેમની પાસે વધુને વધુ પૈસાની ઉઘરાણી કરતાં હતા. આ ઉપરાંત કિડની કાઢી લેવાની અને પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપતાં હોવાથી અંતે ગભરાયેલા કાર્તિક ઐયરે બુધવારે પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જોકે, પરિવારજનો તેમને તુરંત જ સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં સમયસરની સારવાર મળી જતાં તેમની તબિયત સુધરી હતી. ગુરૂવારે આ મામલે વસો પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વસો પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર જી.બી.પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો