તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Kapadvanj Town Police Caught The Driver With A Stolen Motorcycle, Tampered With The Chassis Number And Turned The Bike Around

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:કપડવંજ ટાઉન પોલીસે ચોરીના મોટર સાયકલ સાથે ચાલકને ઝડપ્યો, ચેસીસ નંબર સાથે ચેડા કરી બાઈક ફેરવતો હતો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાજીયાકોટ લગ્ન પ્રસંગમાં પાર્ક કરેલ મોટર સાયકલની ઉઠાંતરી કરી હોવાનું ચાલકે કબુલ્યું

કપડવંજ ટાઉન પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે ચાલકને ઝડપી લીધો છે. પોલીસે આ ચાલકની પુછતાછ કરતા ચોરીની મોટરસાયકલનો ભેદ ઉકેલાયો છે. શખ્સે ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે ચેસીસ નંબર સાથે ચેડા કર્યાં હતાં. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કપડવંજ શહેરના ત્રિવેણી પાર્ક પાસેથી ગતરાત્રે પસાર થઈ રહેલ એક નંબર વગરના મોટરસાયકલને ટાઉન પોલીસે અટકાવ્યું હતું. ચાલકનું નામઠામ પુછતા ચાલકે પોતાનું નામ નિલેશ વાલા ડામોર (રહે. રૈણીયા, તા. સંતરામપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહનના દસ્તાવેજ માગતા નિલેશ ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. તેથી પોલીસે નિલેશની અટકાયત કરી ઉલટ તપાસ કરતાં તેણે ઉપરોક્ત મોટરસાયકલની 18 એક દિવસ અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

ગત તા. 8 માર્ચના રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાજીયાકોટ ગામે લગ્ન પ્રસંગમાં પાર્ક કરેલ આ મોટર સાયકલની ચોરી કરી હોવાનું જણાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પુછતાછમાં આરોપીએ વાહનની ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે ડરથી ચેસીસ નંબરના પાછળના આંકડામાં ફેરફાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો