ચોર પકડાયો:મહુધાની વડથલ પ્રા.શાળામાં ચોરી કરનાર ઝડપાયો, આરોપી પાસેથી ચોરીની બાઈક પણ મળી

મહુધાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલો ચોર મહેમદાવાદનો રહેવાસી, અમદાવાદ-મહેમદાવાદમાં દેશીદારૂના ગુનામાં સંકળાયેલો છે

14 દિવસ પહેલા મહુધા તાલુકાની વડથલ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સીપીયુ, મોનિટર, એલઇડી ટીવી સહિત 50 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. મહુધા પોલીસે ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન આરોપી એક બાઈક લઇને નિકળતા પોલીસને શંકા ગઇ હતી. પૂછપરછ કરતા આરોપી ચોર હોવાનું ખૂલ્યું હતું અને તે જે બાઈક લઇને નીકળ્યો હતો એ પણ ચોરીની હતી. જે તેણે મહેમદાવાદથી ચોરી હતી.

પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો
બીજી તરફ મહુધા આસપાસ ચોરીની વધતી ઘટનાઓ ને લઈ મહુધા પોલીસ દ્વારા પેટ્રોલિંગ સખ્ત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મહુધા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાઇક લઈ પસાર થતા એક શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વડથલ ગામે પ્રાથમિક શાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અનેક ઉપનામ ધરાવે છે આરોપી
પોલીસ દ્વારા ચોરી કરાયેલ મુદ્દામાલની રિકવરી માટેની કવાયત પણ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે આરોપી બેથી પણ વધુ ઉપનામ ધરાવે છે. તે જે બાઈક લઈને પસાર થતો હતો તે બાઇક પણ ચોરીની હોવાનું ખુલ્યું છે. તેને પોલીસની પ્રાથમિક તપાસમાં જ પોતાનું નામ નામ વલ્કેશ ઉફે અલકેશ ઉફે ગલકો અરવિંદ ઉફે કમુડો પુજાભાઈ બતાવ્યું છે. ઝડપાયેલો આરોપી મહેમદાવાદનો છે. જે અગાઉ અમદાવાદ અને મહેમદાવાદમાં દેશીદારૂના ગુનામાં સંકળાયેલો છે. આરોપીને ચોરી કરેલી બાઈક સાથે ઝડપી મહુધા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...