તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આખડોલ જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકતા 11 ઝડપાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નડિયાદના અબદાલવાડામાંથી પણ ત્રણ જુગારી ઝબ્બે

નડિયાદ ટાઉન અને રૂરલ પોલીસે પોતાના હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી. જ્યાંથી પોલીસે 11 ઈસમોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, આખડોલ તાબેના ગોકળપુરા સીમ વિસ્તારમાં આવેલી પડતર જગ્યામાં કેટલાંક ઈસમો જુગાર રમે છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરતાં ત્યાંથી 8 ઈસમો ઝડપાયાં છે.

પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ બુધાભાઈ પરમાર, સંજયકુમાર અમારસિંહ પરમાર, સોહીલમીયા શેખ,અરૂણભાઈ સોલંકી, દીલીપભાઈ સોલંકી, શંભુભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર અને ઘનશ્યામભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી કુલ 23,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે નડિયાદ ટાઉન પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, પાંચ હાટડી વિસ્તારમાં અબદાલવાડાના ઢાળ પાસે કેટલાંક લોકો જુગાર રમાડે છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોની અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીઓના નામ હેદર યુસફભાઈ કસાઈ, અબ્દુલમીદ કસાઈ અને મહમંદમુનાફ કુરેશી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદમાં પોલીસે તેમની પાસેથી કુલ 3,700 મુદ્દામાલ જપ્ત કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...