વન મહોત્સવ:નડિયાદમાં જિલ્લા જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભયજનક પ્રદૂષણને નાથવાના દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ
  • જિલ્લા જેલ ખાતે ગત વર્ષે પણ 1000થી વધુ ફુલ છોડ વાવી તેની માવજત કરાઇ

દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. આઝાદીના અમુત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી અલગ-અલગ જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાનો વન મહોત્સવ-2021ની ઉજવણી નડિયાદ જિલ્લા જેલ ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અધિક પોલીસ જેલ વિભાગ ડો. કે. એલ. એન. રાવની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે 1000 જેટલા ફુલ-છોડને વાવી તેનું જતન કરવામાં આવ્યું છે.

નડિયાદ જિલ્લા જેલ અધિક્ષક બી.કે. હાડાના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શનથી જિલ્લા જેલમાં ઘણા વુક્ષોનું આજે જતન થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે : “વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ', વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. આ પ્રસંગે મહુધા વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, સંતરામ મંદિરના પૂ. સત્યદાસજી મહારાજ, વડતાલ મંદિરના શ્યામ સ્વામી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી રાહુલ ત્રિવેદી, વનપાલ એમ.પી.સોઢા તેમજ જેલ પોલિસ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...