વાવેતર:સપ્ટેમ્બરના મધ્ય સુધી 2.25 લાખ હેક્ટર જમીનમાં વાવેતર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ખરીફ પાકમાં 3 હેક્ટર ઓછું વાવેતર

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 2,25,672 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે. ગયા વર્ષે અત્યાર સુધી 2.28 લાખ હેક્ટર જમીનમાં પાકનું વાવેતર થયુ હતુ. ત્યારે ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા 3 હજાર હેક્ટર ઓછુ વાવેતર નોંધાયુ છે.

ડાંગરના વાવેતરમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે 1.14 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ હતુ ત્યારે આ વર્ષે 1.09 લાખ હેક્ટર જમીનમાં ડાંગરની વાવણી થઈ છે. ગયા સપ્તાહની સરખામણીએ વાવેતરની વાત કરીએ તો 10,444 હેક્ટર જમીનમાં ખરીફ વાવેતર વધ્યુ છે. તેમાંય ડાંગરની વાવણીમાં કોઈ વધારો નોંધાયો નથી. પરંતુ 7 હજાર કરતા વધુ હેક્ટરમાં તમાકુનું જ્યારે 1200 કરતા વધુ હેક્ટરમાં દિવેલાનું વાવેતર વધ્યુ છે. આ વર્ષે પાછોતર વરસાદના કારણે ખેડૂતોએ મોડી વાવણી શરૂ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું આગમન થયુ છે, પરંતુ ખરીફ સિઝન માટેની વાવણીનો અંતિમ તબક્કો છે. ત્યારે વાવેતરમાં હવે વધારો થાય તેવી શક્યતાઓ ઓછી છે. ખેડૂતો હજુ સારા વરસાદની આશા બાંધી રહ્યા છે.

2020 અને 2021નું ખરીફ વાવેતર (હેક્ટરમાં)

તાલુકો20202021
ગળતેશ્વર1252711353
કપડવંજ4856146156
કઠલાલ2112722413
ખેડા2099620644
મહેદમાવાદ2720725110
મહુધા1387214680
માતર2603726241
નડિયાદ2342123512
ઠાસરા2476424778
વસો1043710785

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...