તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચકલાસીમાં મેલી વિદ્યાની શંકાએ પાઇપથી હુમલો, બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ચકલાસીના ચાવડાવાડમાં રહેતા બિલાલશા ગુલાબશા દિવાન તેમના ઘરે રોજના નિયમ મુજબ ધુપ કરતાં હતા. આ સમયે નજીકમાં રહેતા હાજરાબાનુ હમીદમીયા શેખે તમે અમારી ઉપર વિદ્યા કેમ કરો છો ? તેમ કહીને તકરાર કરી હતી. આ સમયે મામલો ઉગ્ર બનતાં હમીદમીયા ઉમેદમીયાં શેખ તથા રહેમુમીયા જીવામીયાં મલેક લોખંડની પાઇપ અને લાકડી લઇને આવ્યા હતા અને બિલાલશા તેમજ ઇમામશાને તેમજ ગુલાબશાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બિલાલશાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સામેપક્ષે હાજરાબીબી હમીદમીયા શેખે ચકલાસી પોલીસ મથકે ગુલામશા દિવાન, બિલાલશા દિવાન, ઇમામશા દિવાન તથા આમીનશા દિવાન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુલામશા દિવાને ઘરના પતરા ઉપર રાખ નાખતાં, કોઇ મંત્ર વાળી રાખ નાખી છે તેમ સમજીને ઠપકો કરતાં ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને માર માર્યો હતો. આ મામલે ચકલાસી પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો