તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાયલટ બાબાની ઓળખ આપી બિલ્ડર સાથે 2.75 લાખની ઠગાઈ કરનારા 2 ઝબ્બે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેમદાવાદમાં રસ્તો પૂછવાને બહાને સોનાની ચેઈન અને લક્કી લઈ ભાગી ગયા હતા

ગયા વર્ષે મહેમદાવાદમાં 2 ઈસમોએ રસ્તા પર જતા બિલ્ડરને રોકી પાયલટ બાબાની ઓળખ આપી સોનાની ચેઈન અને લક્કી તફડાવી ગયા હતા. આ બંને આરોપીઓને ગાંધીનગર LCBએ ઝડપી પાડ્યા છે. 25 મે, 2020ના રોજ કન્સ્ટ્રક્શનનું કામ કરતા કિરણકુમાર હીંગુ મહેમદાવાદમાં પોતાના ઘરેથી પાસે આવેલી કન્ટ્રક્શનની ઓફિસમાં ચાલતા જતા હતા. તે સમયે બે ઈસમો ગાડી લઈ આવી તેમને નજીક બોલાવ્યા હતા. ત્યારબાદ તેમને આશ્રમનું એડ્રેસ પૂછતા કિરણકુમારે એડ્રેસ બતાવ્યુ હતુ.

જ્યાં ડ્રાઈવરની બાજુમાં નાગા બાવો બની બેઠેલા ઈસમે કિરણકુમારને પોતાની પાયલટ બાબા તરીકેની ઓળખ આપી અને સિક્કો આપી ઢોંગ કર્યા હતા. બાદમાં કિરણકુમાર પાસે સોનાની લક્કી અને ચેઈનની માગ કરતા બાબા સમજી કિરણકુમારે તેમને વસ્તુ આપી હતી. જ્યાં પાસે બેઠેલા ડ્રાઈ‌વરે ફુલ સ્પીડે ગાડી દોડાવી ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે 11 જૂન, 2021ના રોજ ગાંધીનગર LCBએ કિરણકુમારને ફોન કરી તેમની સાથે ઠગાઈ કરનારા ઈસમો ઝડપાઈ ગયા હોવાનું જણાવ્યુ હતુ.

પોલીસ પૂછપરછમાં બંનેનું નામ ઝવરનાથ હઝારીનાથ પઢીયાર અને પરદેશીનાથ હઝારીનાથ પઢીયાર (બંને રહે. રામોલ, અમદાવાદ. મૂળ રહે. ગણેશપુરા, મદારીનગર, દહેગામ, ગાંધીનગર) હોવાનું જણાવ્યુ છે. આથી કિરણકુમારે બંને ઈસમો વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તેવી કહેવત હાલ ગામે-ગામ સાક્ષાત બની રહી છે. બાબા કે ગઠીયાઓની મોહજાળમાં ફસાઇને કેટલાય લોકોએ નાણાં તથા દાગીના ગુમાવ્યા છે. ચલાલી ગામે પણ આવી બે ત્રણ ગેંગ સક્રીય છે. જેઓ સોનાના સિક્કાની લાલચ આપી ધતીંગ કરીને નાણાં પડાવી લેવાના કીસ્સા બને છે.

અન્ય સમાચારો પણ છે...