ભક્તિ:ડાકોરમાં ચૈત્રી પૂનમને લઈ યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસમાં 50 હજારથી ‌વધુ ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા

રણછોડરાયના ભક્તોમાં ચૈત્રી પુનમનું અનેરૂ મહત્વ હોય છે. કોરોના કાળના બે વર્ષ દરમિયાન ચૈત્રી નવરાત્રીમાં ભક્તો રણછોડરાયના દર્શન કરી શક્યા ન હતા. ખાસ કરીને સરકાર દ્વારા છૂટછાટ જાહેર થયા બાદ પણ મંગળા આરતીના દર્શન દરમિયાન ભક્તો માટે પ્રવેશ બંધ હતો. પરંતુ ચૈત્રી પુનમે મંગળા આરતી દરમિયાન ભક્તો માટે દર્શન ખુલ્લા હોઈ શનિવારના રોજ 20 હજારથી વધુ ભક્તોએ મંગળાના દર્શનનો લ્હાવો લીધો હતો.

શનિવાર, હનુમાન જન્મોત્સવ અને ચૈત્રી પુનમનો ત્રિવેણી સંગમ હોય મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ ભીડ સ્વરૂપે ઉમટેલા ભક્તોએ બપોરની 40 ડિગ્રી કરતાં વધુ ગરમીમાં રણછોડરાયના દર્શન કરવા માટે લાઇનો લગાવી હતી. મંદિર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મંગળા આરતીમાં 20 હજારથી વધુ તેમજ સમગ્ર દિવસ દરમિયાન 50 હજાર થી વધુ ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા. જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર અને બહારના ભાગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...