તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શણગાર:યાત્રાધામ વડતાલમાં દેશ વિદેશના 151 કિલો પૂષ્પોના અનોખા શૃંગાર કરાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તરંગી પુષ્પોની ગુંથણી કરીને પુષ્પના વાઘાથી શણગારવામાં આવ્યા

ખેડા જિલ્લાના તિર્થધામ વડતાલ ખાતે બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિતના દેવોને સપ્તરંગી પુષ્પોની ગુંથણી કરીને પુષ્પના વાઘાથી શણગારવામાં આવ્યા છે.

મોગરો, તગડ, ગુલાબ, જરબેલા, કમળ, કરેણ, ઓરકીડ, લીલી વગેરે દેશ વિદેશના 151 જેટલા કિલો ફુલ પંખુડીઓની ગુંથણી નો સાજ શણગાર કરવામાં આવ્યો છે. 23 સંતો, 25 ભક્તો અને 25 મહિલા ભક્તોએ મળીને કુલ 1500 કલાકની સતત અને સખત મહેનતના ફળસ્વરુપેઆ શૃંગાર તૈયાર કરાયા છે. ગઈકાલે તાજાપુષ્પો મંગાવીને વાઘા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. રાત દિવસ સતત કામ કરીને નાજુક ફુલડાઓની કોમળ પંખુડીઓ છુટી પાડીને અસ્તરના કાપડ પર ચોંટાડવામાં આવી કલાત્મક શણગાર કરાયો છે.

ઝાઝા હાથ રળિયામણા ઊક્તિ પ્રમાણે સુરત ગુરુકુલથી સંતો અને સ્વયં સેવકોની ટીમ પણ આ કામગીરી માટે ઊતરી પડી હતી. આ શણગારના દર્શન કરવા વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ.આચાર્ય 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કલા સંયોજક સંતો ભક્તોને બિરદાવ્યા છે. આ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે.

વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને કોઠારી ડો.સંતવલ્લભદાસજીની પ્રેરણાથી પૂજારી દરરોજ નિતનવા શણગાર રચે છે. આજે રવિવારે પૂષ્પ શણગારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વડતાલના રાજાધિરાજને શણગાર દર્શન શ્રીનાથજી જેવા જ કરવામાં આવ્યા છે. ચૈતન્યાનંદ બ્રહ્મચારી, ભાર્વિક ભટ્ટ વગેરે શણગાર સજાવટમાં ખડે પગે સેવા આપી છે. આજની સમગ્ર વ્યવસ્થા શ્વેતવૈકુંઠ સ્વામી - સુરત ગુરૂકુલ અને શ્યામવલ્લભ સ્વામી વડતાલ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...