તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરો બન્યા બેફામ:કોરોનામાં નોકરી ગુમાવતા પીજના યુવકે 1.10 લાખ લીધા ઘરેણા વેચીને 8 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પીજના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
પીજના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
 • ઘરેણાંથી લઇ ઘરવપરાશની વસ્તુ વેચાઇ છતાં વ્યાજ ભરપાઇ ન થતાં યુવકે દવા પીતા ગંભીર : 3 સામે ફરિયાદ

વસોના પીજ ગામે રહેતા સોફ્ટવેર એન્જિનીયરે કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવી હતી. જેને પગલે પરિવારના ભરણ પોષણ માટે બે શખસ પાસેથી રૂ.1.10 લાખ વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે રૂ.આઠ લાખ ભરપાઇ કરવા છતાં વધુ રકમની માગણી કરી ધાક ધમકી આપતાં યુવકે ઝેરી દવા પીતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તેણે ત્રણ વ્યાજખોર સામે આંગળી ચીંધી હતી.

વસો તાલુકાના પીજ ગામમાં બંસરીવીલા સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ નાગરાજન ઐયર (ઉ.વ.30) વડોદરાની કંપનીમાં બિટ઼ેક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં. જોકે, લોકડાઉનના પગલે તેમની નોકરી છુટી ગઈ હતી. જેને કારણે પરિવારના ભરણ પોષણ માટે તેમણે ઓગષ્ટ-2020માં અર્પીત કમલકાંત યાદવ પાસેથી રૂ.90 હજાર વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે અત્યાર સુધીમાં રૂ. 6 લાખ ચુકવવા છતાં વ્યાજખોર શખસની વધુ છ લાખ આપવા માગણી ઉભી જ હતી.

આ ઉપરાંત કાર્તિકભાઈએ ભોપાભાઈ પરમારની ભલામણથી વિક્રમ મારવાડી (ભયલુ મારવાડી) પાસેથી વધુ 20 હજારની રકમ લીધી હતી. પરંતુ તેમાં પણ તેણે અઢી લાખ રૂપિયા ચુકવ્યાં છતાં હજુ ઉઘરાણી ચાલુ જ રહી હતી. આખરે કંટાળી કાર્તિકે બુધવારના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તબિયત લથડી હતી. જેને પગલે તેને સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વસો પોલીસે નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રકમ નહીં ચૂકવે તો કિડની કાઢી લેવાની ધમકી આપી
કાર્તિકના ઘરે વારંવાર આવતા વ્યાજખોરો ધાક ધમકી આપતાં હતાં. તાજેતરમાં જ આ વ્યાજખોરોએ પુરેપુરી રકમ ન ચુકવે તો કિડની કાઢી લેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેના પરિવારમાં માતા, પત્ની અને પુત્રીને નુકશાન પહોંચાડવાનો ડર બતાવતાં હતાં. આ વ્યાજખોરોને નાણા ચુકવવા માટે દાગીના, ટીવી, એસી, મોબાઇલ સહિતની ઘર વપરાશની વસ્તુ પણ વેંચી દેવી પડી હતી.

વ્યાજખોર વગદાર હોવાનો આક્ષેપ
કાર્તિકે જણાવ્યું હતું કે, વ્યાજખોર ત્રણેય શખસ ખૂબ જ માથાભારે છે અને વગદાર પણ છે. તેમના સગા સંબંધીઓ રાજકીય વગ ધરાવે છે. જેને કારણે પોલીસ પણ પગલા ભરી શકતી નથી.

અઠવાડીયું મોડુ થાય તો વ્યાજના વધુ 50 હજાર ચુકવવા પડતાં
કાર્તિક ઐયરે જણાવ્યું હતું કે, અર્પીત યાદવ પાસેથી લીધેલી રકમ પેટે મોટું વ્યાજ ચુકવવું પડતું હતું. જેમાં એક અઠવાડીયું વ્યાજ ચુકવવામાં મોડું થાય તો રૂ.50 હજાર ચુકવવા પડતાં હતાં. આ ઉપરાંત વિક્રમ મારવાડી પાસેથી લીધેલા 20 હજારમાં દસ દિવસનું વ્યાજ જ રૂ.10 હજાર ચુકવવું પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો