તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સુરાશામળમાં અંગત અદાવતે તલવાર અને ધારીયાથી હુમલો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઈક લઈ રોમીયોગીરી કરતા યુવકોને ઠપકો આપ્યો હતો
  • બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાતા 13 સામે ગુનો

નડિયાદના સુરાશામળ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક મારામારી થતા સામસામે 13 સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદમાં બાઈક સ્પીડમાં ચલવાતા ઠપકો આપવા બાબતે 7 ઈસમોએ હુમલો કર્યો અને બીજી ફરિયાદમાં અગાઉના ઝઘડામાં સમાધાન કરવાની ના પાડતા 6 લોકોએ મારામારી કરી હોવાનું જણાયુ છે. સુરાશામળના મહુડીયાપુરા તાબે છોટાભાઈ તળપદા પોતાના ખેતરમાં નાકા પાસે ઉભા હતા.

આ દરમિયાન અમિતભાઈ તળપદા, પ્રવિણભાઈ તળપદા બંને બુલેટ બાઈક લઈ અને અજયભાઈ તળપદા તેમજ શૈલેષભાઈ તળપદા બંને બાઈક લઈ ત્યાંથી ફુલ સ્પીડમાં જતા ચારેય યુવકોને છોટાભાઈ બાઈક ધીમુ ચલાવવા ઠપકો કર્યો હતો. જેથી ચારેય ઈસમો ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી તેમના ભાણાને કેમ બોલાવ્યો છે? તેમ કહી ચાલ્યા ગયા હતા અને થોડીવાર બાદ ચારેય યુવકો અરવિંદભાઈ તળપદા, જીતુભાઈ તળપદા અને સંજયભાઈ તળપદાને સાથે તલવાર અને ધારીયા લઈને આવી છોટાભાઈ અને તેમના ભાણા સુરેશ તળપદાને પર હિંસક હુમલો કર્યો હતો.

બીજીતરફ અમિત તળપદાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે વરસાદ ચાલુ થતા પોતાના કાકાના દિકરા સાથે ખેતરમાં પૂળા ગોઠવવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં લાલજીભાઈ તળપદા, મહેશભાઈ તળપદા, મનિષભાઈ તળપદા, કીરણભાઈ તળપદા, અને સતીષ તળપદાએ તેમને રોકીને અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કેમ નથી કરતો? તેમ જણાવ્યુ હતુ. જેથી અમિતે કોર્ટમાં કેસ ચાલશે તેમ જણાવતા તમામ લોકો ઉશ્કેરાઈ જઈ અને તેમની પર હુમલો કર્યો હતો. આ બાબતે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 13 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...