• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Police Foot Patrol In Kapadvanj, A Foot March Was Held To Alleviate The Traffic Problem In The Market On The Occasion Of Diwali

ફૂટમાર્ચ:કપડવંજમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ, દિવાળી પર્વને અનુલક્ષીને બજારમાં ટ્રાફીકની સમસ્યા દૂર કરવાનાં હેતુથી ફૂટમાર્ચ યોજાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારના દુકાનદારોને દિવાળીના તહેવારના નિમિત્તે ટ્રાફીક તથા અન્ય જરૂરી તકેદારી રાખવા સમજ આપાઈ

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કપડવંજ ટાઉન પોલીસે શહેરમાં ફૂટમાર્ચ યોજી છે. વિસ્તારની દ્રષ્ટિએ નડિયાદ બાદ આવતા કપડવંજ પંથકમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ તહેવાર પહેલા લોકો ખરીદી માટે અહીંયા ઉમટે છે. માટે પોલીસે ફૂટપેટ્રોલીંગ યોજી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા કવાયત હાથ ધરી છે.

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન દિવાળી તહેવાર નિમિત્તે કપડવંજ ટાઉન પોલીસ દ્વારા મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલીંગ યોજ્યું છે. ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જે. ભટ્ટ દ્વારા સમગ્ર કપડવંજ ટાઉન પોલીસ કર્મચારીઓ સાથે રાખી મુખ્ય બજારોમાં ફૂટમાર્ચ યોજી હતી.

હાલમાં નવરાત્રી તથા ઇદે મિલાદને તહેવાર શાંતિમય રીતે પૂર્ણ થયેલ છે અને અગામી સમયમાં દિવાળીનો તહેવાર નજીકમાં હોય કપડવંજ શહેર તથા આસપાસના ગામોમાંથી દિવાળી ખરીદી કરવા બજારમાં ભીડ થવાની શક્યતાઓ વચ્ચે શાંતિમય રીતે દિવાળીની ખરીદી થાય અને આવનાર માણસોને ટ્રાફીકની સમસ્યા નડે નહી તે અનુસંધાને કપડવંજ ટાઉન પોલીસ દ્વારા ટાઉન હોલ ખાતેથી ફ્રુટ પેટ્રોલીંગ યોજ્યું છે. જે ગાંધીજીની પ્રતિમા થઈને મુખ્ય બજાર મીના બજારમાં અંધારીયા વડેથી મુખ્ય રોડ ઉપર થઇ પરત ટાઉન હોલ સુધી કરવામાં આવ્યું હતું. અને બજારના દુકાનદારોને દિવાળીના તહેવારના નિમીત્તે ટ્રાફીક તથા અન્ય જરૂરી તકેદારી રાખવા સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...