તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Years Have Passed Since The Construction Of Canal In Mahudha Panth Of Kheda District, Farmers Are Angry That Not A Drop Of Water Is Coming.

આક્રોશ:ખેડા જિલ્લાના મહુધા પંથકમાં કેનાલની વિશાખા બનાવ્યાના વર્ષો વીતી ગયા, પાણીનું ટીપુય નહીં આવતા ખેડૂતોમાં રોષ

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહુધાના નાની-મોટી ખડોલ વચ્ચે લાખોના ખર્ચે બનેલ કેનાલની વિશાખામાં સિંચાઈ માટે પાણી ન આવતાં ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. - Divya Bhaskar
મહુધાના નાની-મોટી ખડોલ વચ્ચે લાખોના ખર્ચે બનેલ કેનાલની વિશાખામાં સિંચાઈ માટે પાણી ન આવતાં ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
  • લાખોના ખર્ચે બનેલી વિશાખાઓમાં જંગલી વનસ્પતિનો રાફડો ફટ્યો

સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. ઠેકઠેકાણે અને સરકારી કામોમાં લોલમલોલ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ સ્થિતિમાં સામાન્ય પ્રજા સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જીવી રહી છે. ખેડા જિલ્લાના મહુધા પંથકમાં કેનાલની વિશાખા બનાવ્યાના વર્ષો વીતી ગયા છે. પરંતુ આજ દિન સુધી તેમાં પાણી આવ્યું જ નથી. જેથી અહીંયાના ખેડૂતોને સિંચાઈ માટે વલખાં મારવા પડી રહ્યાં છે.

ખેડૂતોના સિંચાઈ પ્રશ્નને લઈને વિશાખાઓ તૈયાર કરાઈ

મહુધા તાલુકાના નાની ખડોલ અને મોટી ખડોલ ગામે બસ સ્ટેન્ડ પાસે તથા જશુબા વિશ્રામગૃહ પાસે સરકાર દ્વારા કેનાલની વિશાખાઓ બનાવાઇ છે. વર્ષો પહેલાં લાખો રૂપિયાના ખર્ચે આ વિશાખાઓને તૈયાર કરવામાં આવી હતી. ખેડૂતોના સિંચાઈ પ્રશ્નને લઈને અહીંયા આ વિશાખાઓ તૈયાર કરાઈ હતી. નવાઈની વાત તો એ છે કે આ વિશાખાઓને બને વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ આજ દિન સુધી તેમાં પાણીનું એક બુંદ પણ આવી નથી.

ખેડૂતોની જમીન વિશાખાઓમાં કપાત ગયા પછી પણ સુવિધાથી વંચિત

લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સિંચાઈ માટે પાણી ન મળતા અહીંયાના ખેડૂતોને પાણી માટે વલખાં મારવા પડે છે. જેથી સરકારી તંત્ર સામે અહીંયાના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોની પોતાની મહેસૂલી જમીન વિશાખાઓમાં કપાત ગયા પછી પણ સુવિધાથી વંચિત રહેવા પામ્યા છે. ખેડૂતો દ્વારા આ અંગે અનેક વાર સત્તાધીશો સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

વિશાખાઓમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી

હાલ આ વિશાખાઓમાં જંગલી વનસ્પતિનો રાફડો ફાટી નીકળતાં વિશાખાઓને ઓળખવી મુશ્કેલ બને છે. તો આના કારણે ધરતીપુત્રોને ઝેરી જાનવરનો પણ ડર સતાવી રહ્યો છે. ક્યારે આ વિશાખાઓમાં પાણી આવશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...