અભયમ ટીમની કામગીરી:સાસુના ત્રાસથી પરિણીતા અભયમ મદદે પહોંચી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાસરીયા નાની-નાની વાતે હેરાન કરતા

ખેડા જિલ્લામાં પરણીતાઓ પર થતાં ત્રાસના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ખેડામાં 5 મહિને ગર્ભવતી મહિલાને તેની સાસુ આ બાળક મારા દીકરાનું નથી કહીને માનસિક અને શારીરિક ત્રાસ આપતી હતી. એટલું નહીં, પતિ પણ તેની સાથે મારઝુડ કરતો હતો. દિવસેને દિવસે તેમની હેરાનગતિ વધતી જતી હતી. એટલે સાસરિયાથી ત્રાહી થયેલી પરણીતાએ 181 અભયમ પાસે મદદ માગી હતી. મહિલાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, તેના લગ્નને ત્રણ-ચાર વર્ષ થઈ ગયા છે. તેઓ છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદ રહેતા હતા.

જ્યાં તેનો પતિ નાની-નાની વાતો પર ઝઘડો કરતો હતો. હાલ, ગર્ભવતી છે, ત્યારે પતિ તેને અમદાવાદમાં એકલી મૂકી તેના ઘર ખેડા ખાતે આવી ગયો હતો. જે બાદ મહિલા તેની સાસરીમાં રહેવા ગઈ હતી. ત્યાં તેની સાસુ વારંવાર તેને કહેતી હતી કે, આ બાળક તેના દીકરાનું નથી અને મનફાવે તેમ અપશબ્દો બોલતા હતા.

તેમની વાતોમાં આવી પતિ પણ તેની સાથે મારઝુડ કરતો હતો. એટલે કંટાળેલી મહિલાએ 181 પાસે મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં ધીરલબેન પ્રજાપતિની ટીમે મહિલા અને તેના સાસરીવાળાનું કાઉન્સેલિંગ કર્યુ હતું. પરંતુ મહિલા તેની સાસુ અને પતિ સામે ગુનો દાખલ કરવા માગે છે. જેથી અભયમ ટીમે મહિલાની વાતને સમજી તેને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...