રજૂઆત:અંબાવ પંથકમાં પવન સાથે ભારે વરસાદ થતાં ડાંગરને નુકસાન, સર્વે કામગીરી કરી તાત્કાલિક પાક સહાય આપવાની માગણી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકામાં બુધવારની મોડી રાત્રે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ અંબાવથી ડાભસર જતા રોડ ઉપર તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અંબાવથી ડાભસર રોડ ઉપરની આશરે 100 વીઘા જમીનમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું. જ્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અને ખેતરની આસપાસ પાણીનો યોગ્ય નિકાલ બંધ કરતા તૈયાર થયેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો હતો. આશરે 50થી પણ વધારે વિઘામાં ડાંગરનો પાક તમામ નિષ્ફળ નિવડ્યો છે. આ અંગે અંબાવ ગામના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી કરી ખેડૂતોને સરકાર દ્વારા પાક માટે સહાય આપવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...