તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:ગળતેશ્વરના પડાલમાં બે પાડોશીઓ કચરો નાખવા મુદ્દે બાખડ્યાં, સામસામી ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાલીયા પોલીસ સ્ટેશને નોંધાયેલી સામસામી ફરિયાદમાં કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો

ગળતેશ્વર પંથકના પડાલ ગામે કચરો નાખવા મુદ્દે બે પરિવારો બાખડ્યાં છે. આ બન્ને પરિવારોના સભ્યો મારામારી પર ઉતરી આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સેવાલીયા પોલીસે સામસામી ફરિયાદમાં કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ દીધી છે.

ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે ઇન્દિરા નગરીમાં રહેતા હંસાબેન પંકજભાઈ પરમાર ગતરોજ સમી સાંજે પોતાના ઘરની સામે આવેલ ચાટમાં કચરો નાખવા જતાં અહીંયા રહેતા ભારતીબેન રાવળ સાથે આ અંગે બોલાચાલી થઈ હતી. ભારતીબેને હંસાબેનને અપશબ્દો કહી જ્ઞાતી વાચક શબ્દો બોલ્યા હતા. આથી મામલો બીચકતા ભારતીબેનના સસરા અને સાસુ બન્ને લોકોએ હંસાબેનને સાવરણી મારી ગડદાપાટુનો માર માર્યો હતો. આથી આ અંગે હંસાબેન પરમારે સેવાલીયા પોલીસ મથકે ઉપરોક્ત મારમારનાર ભારતીબેન રાવળ, સુરેશ ઉર્ફે મહેશ રમણભાઈ રાવળ અને અંજુબેન સુરેશ ઉર્ફે મહેશ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે ભારતીબેન રાવળની ફરિયાદમાં પંકજ મુળજીભાઈ પરમાર અને તેમની પત્ની હંસાબેન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને ફરિયાદમાં આઈપીસી 323, 504, 506(2), 144 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...