તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:કઠલાલના છીપડીમાં 23 મહિલાઓએ રાખડી બનાવવાની તાલીમ લઈ આજીવિકા મેળવી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 દિવસ યોજાયેલી આ તાલીમમાં આશરે 1200થી વધુ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી

આજના સમયમાં રોજગારી એક મોટો પડકાર પ્રશ્ન છે. આપણાં દેશમાં વિવિધ ધાર્મિક તહેવારોને કારણે કેટલાક લોકો આજીવિકા મેળવી તેના ઉપર નભી રહ્યા છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખીમંડળના બહેનોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી છે. બેરોજગાર યુવક-યુવતીઓને નિશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા ધ્વારા કઠલાલ તાલુકાના છીપડી ગામના સખી મંડળના 23 જેટલા બહેનોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

છીપડીના કલેસર વિસ્તારમાં કુલેશ્વરી માતાજીના મંદિર પટાંગણમાં આ તાલીમ યોજાઇ હતી. 6 દિવસ યોજાયેલી આ તાલીમમાં આશરે 1200થી વધુ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. જેનું છુટક વેચાણ કરી તથા સખી મંડળના સ્ટોલ કરી રાખડીઓનું વેચાણ કરવામાં આવશે અને આજીવિકા મેળવી શકી ગુજરાન ચલાવશે. આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે કઠલાલ તાલુકા પંચાયતના સભ્ય કોકિલાબેન ઝાલા અને છીપડી ગ્રામ પંચાયતના સભ્ય અભેસિંહ ઝાલાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...