તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:નડિયાદમાં જય માનવ સેવા પરિવારને દાતા તરફથી વધુ એક ઓક્સિજન એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ દર્દીઓની સેવામાં આ એમ્બ્યુલન્સ વાન કાર્યરત અને જ્યાં જવું હોય ત્યાં વિનામૂલ્યે લાભ અપાશે

કાળમુખો કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે નડિયાદની જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટે માનવતાની મહેક પ્રસરાવી છે. અન્નનો યજ્ઞ કરતી આ સંસ્થા હવે મેડીકલ ક્ષેત્રમાં પણ લોકો માટે આર્શીવાદ રૂપ ફળી છે. તાજેતરમાં આ સંસ્થાને દાતા તરફથી વધુ એક ઓક્સિજન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઈ છે.

નડિયાદ સ્થિત જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટની સેવામાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે. નિઃશુલ્ક ટીફીન સેવા, અંતિમ રથ, નિઃશુલ્ક શ્રધ્ધાંજલિ કિટ સેવા, જલ સેવા, તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલી આ સંસ્થાને દાતા તરફથી વધુ એક સેવા અર્પણ કરાઈ છે. તાજેતરમાં દાતા પ્રવિણભાઈ પટેલના પરિવાર તરફથી સ્વ. વિલાસબેન પટેલના સ્મરણાર્થે નડિયાદના જય માનવ સેવા પરિવારને એક ઓક્સિજન એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઈ છે. સંસ્થા પાસે વધુ એક એમ્બ્યુલન્સ વાન આવી છે.

દરેક દર્દીને ક્યાંક પણ જવું હોય તેના માટે વિનામૂલ્યે લાભ આપવામાં આવશે. અર્પણ પ્રસંગે સંસ્થાના મનુ જોષી, દાતા તેમજ તેમનો પરિવાર, નિરવ પટેલ, કાંતિભાઇ મોજીન્દ્રા, અરવિંદ મિસ્ત્રી હાજર રહ્યા હતા. જ્યારે આ એમ્બ્યુલન્સની પૂજન વિધી સંતરામ મંદિરના ગાદીપતિએ કરી આર્શીવાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...