મોંઘવારી:CNGમાં એકસાથે રૂ.5નો ભાવ વધતા રીક્ષાભાડામાં રાતોરાત બમણો વધારો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શટલ રીક્ષાચાલકોએ ભાડુ 10થી વધારી 20 કર્યુ, ટુંકા અંતરના વધીને રૂ. 15 થયા

CNGમાં સતત ભાવવધારાને કારણે હવે રીક્ષાચાલકોએ પણ મિનિમમ ભાડામાં વધારો કર્યો છે. અત્યાર સુધી નડિયાદમાં શટલનું મિનિમમ ભાડુ 10 અને 15રૂપિયા ચાલતુ હતુ. પરંતુ હવે આ ભાડામાં 5-5 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. જેના કારણે ભાડુ 10થી વધીને 15 અને 15થી વધીને 20 થયુ છે. નડિયાદ શહેરમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી ચોતરફ રીક્ષાચાલકો શટલો મારતા હોય છે. સી.એન.જી. રીક્ષાચાલકો માટે સી.એન.જી. ગેસ મોંઘો થયો છે. એક ઝાટકે જ સી. એન. જી.ના ભાવોમાં 6 રૂપિયાનો વધારો થયો છે.

જેના કારણે સી. એન. જી. ચાલકોને ભાડા પોસાતા ન હોવાથી ભાડામાં વધારો કરાયો છે. નડિયાદમાં ટુંકા અંતરના ભાડા 10થી વધીને 15 થયા છે અને લાંબા અંતરના ભાડા 15થી વધીને 20 થયા છે. રેલવે સ્ટેશનથી સંતરામ અને પારસ સર્કલના ભાડુ 15 રૂપિયા જ્યારે વાણીયાવાડ અને મહાગુજરાતના 20 રૂપિયા થયા છે. આ જ રીતે રેલવે સ્ટેશ/બસ સ્ટેન્ડથી મીલ રોડ સર્કલ અને સંતઅન્ના ચોકડીના 15 અને એસ. આર. પી. સુધીનુ 20 રૂપિયા ભાડુ થઈ ગયુ છે. આ જ રીતે રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડથી રામ તલાવડી સુધીનું ભાડુપણ 20 રૂપિયા કરાયુ છે.

બીજીતરફ રાજ્યમાં સી. એન. જી.ના ભાડામાં વધારાની બાબતે કમઠાણ ચાલી રહી છે. ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી અપાઇ નથી. ઓટો રિક્ષા ભાડા સુધારા-વધારા માટે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવતા રિક્ષાચાલકોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે નડિયાદમાં આ મુદ્દે શું અસર પડે છે,તે પણ જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...