તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમ કરતાં ધાડ પડી:રોજ બપોરે ઘર આંગણે ફટાકડા ફોડવાની બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો, નડિયાદમાં મારામારીની ઘટના

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય બાબતે ઝઘડો થતાં મારામારીના બે બનાવો
 • નડિયાદમાં ફટાકડા ફોડતા ઠપકો કરતાં લોખંડની પાઈપ વડે હુમલો
 • કઠલાલના છીપડીમાં અપશબ્દો બોલવાની ના પાડતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો

ખેડા જિલ્લામાં છેલ્લા 24માં સામાન્ય બાબતે ઝઘડો થતાં બે મારામારીના બનાવો નોંધાયા છે. બે જુદા જુદા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પશ્ચિમમાં ફટાકડા ફોડતા ઠપકો આપતાં લોખંડની પાઈપ વડે હુમલો કરાયો છે. જ્યારે કઠલાલના છીપડીમાં અપશબ્દો બોલવાની ના પાડતા મહિલા પર ધારીયા વડે હુમલો કરાયો છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નિલકંઠ મહાદેવ પાસે આવેલ દર્પણ સોસાયટીમાં રહેતા યશપાલ યાદવ સાથે નજીકમાં રહેતા નનીયા પ્રજાપતિએ ગત રોજ ઝઘડો કર્યો હતો. નનીયા પ્રજાપતિ નામનો યુવક દરરોજ બપોરે પોતાના ઘર આંગણે ફટાકડા ફોડતો હતો. જે અંગે યશપાલે ઠપકો આપતાં ઝઘડાએ સ્વરૂપ લીધું હતું. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા નનીયાએ લોખંડનો સળીયો લઈ સમજાવવા આવેલા યશપાલ ઉપર હુમલો કર્યો હતો. યશપાલને ડાબા હાથે આ સળીયો વાગી જતાં તે ઘવાયા હતા. આ અંગે યશપાલ યાદવે હુમલો કરનાર નનીયા પ્રજાપતિ વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવની વિગત મુજબ, કઠલાલના છીપડી તાબેના અવિચલના મુવાડામાં રહેતા ગજરાબેન ઝાલા ગત 30મી માર્ચના રોજ પોતાના ઘર આગળ તેમના દિકરાને બોલાવતા હતા તે સમયે અહીંયા રહેતો મફત ઝાલા અપશબ્દો બોલવા લાગ્યો હતો. ગજરાબેને અપશબ્દો બોલવાની ના પાડતા મફત ઝાલાએ ઉશ્કેરાઈને ધારીયું લઈ આવી મહિલા ઉપર હુમલો કર્યો હતો. સાથે સાથે મફત ઝાલાના પુત્રે ગજરાબેનના દિકરા શૈલેષની સાથે પણ મારામારી કરી છે. આ અંગે ગજરાબેને ઉપરોક્ત પિતા પુત્ર સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો