તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કઠલાલમાં અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાનો હુમલો, કારને સળગાવવા જતાં પોલીસે સાથે ઘર્ષણ થયું

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કારે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત થયું હતું

કઠલાલના લાડવેલથી કાપડીવાવ જવાના રસ્તા પર લસુન્દ્રા ગામ પાસે પુરપાર ઝડપે જતી કારે બાઇક ચાલકને ટક્કર મારતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કારમાં તોડફોડ કરી હતી અને સળગાવવાનો કોશીષ કરી હતી.

જોકે, સમયસર પહોંચેલી પોલીસે રોકતા ટોળાએ પોલીસને નિશાન બનાવી હુમલો કર્યો હતો. પરંતુ પોલીસે બળ પ્રયોગ કરી ટોળાંને વિખેરી નાંખ્યું હતું. આ અંગે પોલીસે ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ તાબેના સિકંદર પોરડાથી કાપડીવાવ તરફ જતા રસ્તા પર વિશ્વનાથપુરા ગામની સીમમાં પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે ચડાવ્યું હતું. જેને કારણે બાઇક સવાર અજીતભાઈ રાધાભાઈ પરમાર (ઉ.વ.35)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આથી, ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાનમાં બપોરના ત્રણેક વાગ્યાા સુમારે મૃતક યુવકના સાસરિયાઓ બાલાસિનોર તાલુકા સીમળીયા ગામેથી ધસી આવ્યાં હતાં. આશરે 45 જેટલા માણસોના ટોળાએ એકદમ આવેશમાં આવીને કારને નિશાન બનાવી હતી અને તોડફોડ શરૂ કરી હતી. આ ઉપરાંત કારને સળગાવવાની તૈયારી હાથ ધરી હતી. બનાવની ગંભીરતાના પગલે તાત્કાલિક કઠલાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. રાઓલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટોળાને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ કારને સળગાવવાની જીદ પકડતા પોલીસ અને ટોળું આમને સામને આવી ગયું હતું અને પોલીસ અધિકારી અને કર્મચારીને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો.

આખરે પોલીસે બળ પ્રયોગ કરી ટોળાને વિખેરી નાંખ્યું હતું. આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા હુમલાખોરો ટોળામાં મરનાર અજીતના સાસરી પક્ષના વજાભાઈ સબુરભાઈ પરમાર, સગુણાબહેન સબુરભાઈ પરમાર, બળવંતસિંહ સોમાભાઈ પરમાર, ભલાભાઈ બબુજી પરમાર તથા બીજા 45 જેટલા માણસો જેમાં 10 મહિલાઓનો પણ સમાવેશ થાય હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કઠલાલ પોલીસે ફતેસિંહ પરમારની ફરિયાદ આધારે ભલાભાઈ, બળવંતસિંહ, સગુણાબેન, વજાભાઈ અને અન્ય બીજા 45 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજીત ઘરેથી ડીઝલ લેવા નિકળ્યો અને કાળ આંબી ગયો
કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરામાં રહેતા રાધાભાઈ પરમારનો પુત્ર અજીતભાઈ પરમાર (ઉ.વ.35) કાપડીવાવ અમુલ દાણ ફેક્ટરીમાં કોથલા કાપવાની મજુરી કામ કરે છે. દરમિયાનમાં 31મી માર્ચની સવારે આઠેક વાગ્યાના સુમારે અજીત અને બીજા ગામના માણસો તળાવવાળા ખેતરમાં ઘઉં કાપવા ગયાં હતાં. બપોરના ઘરે પરત આવી હું ડિઝલ લઇને પાછો આવું છું, તેમ કહીને બાઇક લઇ નિકળ્યો હતો અને થોડે દુર જ પુરપાટ ઝડપે જતી કારે પાછળથી ટક્કર મારતાં તે ફંગોળાઇ ગયો હતો. આ ઘટનામાં અજીતને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો