તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:વિરપુર તાલુકાની બંધ કરેલ ST બસો શરૂ ન કરતાં રોષ

વિરપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સ્થાનિક પ્રજા ખાનગી વાહનના સહારે

કોરોના માહામારી આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં કોરોના કેસોમાં આંશીક સુધારો આવતાં અનલોક કરતા તાલુકા મથકને લઈને જીલ્લા મથક સુધીની મોટા ભાગની બસ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વીરપુરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી બસ સેવા શરૂ થઇ નથી.

જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરો તાલુકા અને જીલ્લા મથકે આ બસના શરણે હતા. શાળા અને મહાશાળાઓમાં પરીક્ષા નજીક આવે છે. શ્રમિકો અને મધ્યમ વર્ગના માનવી કે જેની પાસે કોઈ પ્રકારનું વાહન નથી. સ્થાનિક લોકોની રજુઆતને ધ્યાને રાખીને આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો