કામ અટવાયું:વસોના મિત્રાલમાં નલ સે જલ તક યોજના હેઠળ પાણીની પાઈપ લાઇનનું કામ અટકતા ગ્રામજનોમાં રોષ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચે વાસ્મો અધિકારીને રજૂઆત કરી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં આક્રોશ
  • 560 નળ કનેકશન માંથી 400 નળ કનેકશનનું કામ પૂર્ણ જ્યારે 150 નળ કનેકશનની કામગીરી અટવાઈ

ખેડા જિલ્લાના વસોના મિત્રાલ ગામમાં પીવાની પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લાબો સમય વીત્યો તેમ છતાં આ યોજના હેઠળનું કામ પૂર્ણ ન થતાં ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

છેવાડાના વિસ્તાર સુધી નલ સે જલ તક યોજના હેઠળ પાણીની સુવિધા પૂરી પાડવાની રાજ્ય સરકારની આ કામગીરી અંતર્ગત વસો તાલુકાના મિત્રાલ ગામમાં થોડા સમય અગાઉ પીવાની પાઇપ લાઇન નાંખવાનું કામ આરંભાયું હતું. જેથી પાઇપ લાઈન નાંખવાનું કામ શરૂ થતા અદાજિત 560 જેટલાં નળ કનેકશન આપવાના હતાં જેમાંથી 400 જેટલા નળ કનેકશનનું કામ પૂર્ણ થયુ છે. જ્યારે 150 જેટલાં નળ કનેકશનની કામગીરી છેલ્લા કેટલાય સમયથી અટવાઈ પડી છે.

આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોએ વાસ્મો નડિયાદની કચેરીમાં જઈ રૂબરૂ અધિકારીને રજૂઆત કરી હતી. જેને પણ લાબો સમય થવા છતાં આ કામગીરમા‌ પ્રોગ્રેશ ન દેખાતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.

આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા પણ‌ તસ્દી નહીં લેવાતા હાલ સમગ્ર મામલો પેચીદો બન્યો છે. કામ પૂર્ણ કરવા કોઈ જ ધ્યાન આપતા ન હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. ઉનાળાની વિકટ પરિસ્થિતિમા અને ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી મેળવવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લાખોના ખર્ચે મંજૂર થયેલી પાઇપ લાઇન નળ કનેકશન જોડવાનું કામ અટવાઈ પડતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે.

આ ઉપરાંત ગ્રામજનોએ જણાવ્યું છે કે અહીયા એકદમ ઉપર પાઇપ લાઇન નાંખવામાં આવી છે. મોટાં વાહનો પસાર થતાં પાઇપ લાઈન તૂટી જવાની દહેશત છે. પાઇપ લાઇન નાંખવાની કામગીરીનું વાસ્મોના અધિકારી દ્વારા કોઈ પ્રકારનુ મોનીટરીંગ ન થતું હોવાના જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...