કર્મચારીઓમાં નારાજગી:ફડચા અધિકારી દ્વારા ગેરવર્તન કરાતા 9 બેંકના કર્મચારીઓમાં નારાજગી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેટસોગાદો મંગાવી અસભ્ય માંગણીઓ કરતા હોવાનો કર્મીઓનો આરોપ

ખેડા, આણંદ અને અમદાવાદની ફડચામાં ગયેલી બેંકોમાં રિકવરી તેમજ અન્ય કામગીરી પર ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા ફળચા અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લાની 3, આણંદની 5 અને અમદાવાદની 1 મળીને કુલ 9 બેંકોના ફળચા અધિકારી તરીકે એન.આઇ.પટેલની નિમણુંક કરાઇ છે.

9 બેંકના કર્મચારીઓએ તમામ જિલ્લા સંસદ, ધારાસભ્ય તેમજ રાજ્ય રજિસ્ટ્રારને આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે એન.આઇ. પટેલ દ્વારા બાકી બેંકોની બાકી રિકવરી માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેઓને માત્ર બેંક કર્મચારીઓને ડરાવી ધમકાવી પોતાનો અંગત સ્વાર્થ કઢાવી રહયા છે.

છેલ્લા 15 વર્ષથી બેંકના કર્મચારીઓની કામગીરી વિરુધ્ધ કોઇપણ ફડચા અધિકારીએ અસંતોષ દર્શાવેલ નથી. પરંતુ તાજેતરમાં તમામ બેંકોના એક સંયુક્ત ફડચા અધિકારી તરીકે નિયુક્ત કરાયેલ એન.આઇ.પટેલ દ્વારા કર્મચારીઓની મજબુરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેઓ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવાથી વારંવાર ધમકી આપી રહ્યા છે.

અઠવાડીયે માત્ર એક જ દિવસ બેંકોની મુલાકાતે આવતા ફડચા અધિકારી ઓન-પેપર રિકવરીને કોઇ જ કામગીરી કરી રહ્યા નથી. તેઓ બેંકમાં આવે ત્યારે ચ્હા, નાસ્તો, લસ્સી, ભોજન સહિત મોંઘી ગીફ્ટની માંગણી કરે છે. આ ફડચા અધિકારીની તાત્કાલિક અસરથી તબદીલી કરવામાં નહીં આવે તો બેંકના કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...