ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ:ખેડા જિલ્લાની 520 ગ્રામ પંચાયતો પૈકી 432 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાશે

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો, ચૂંટણી તંત્ર કામે લાગ્યું
  • જિલ્લામાં કુલ 1233 મતદાન બુથો ઊભા કરવામાં આવશે
  • નોટીસો/જાહેરનામા 29 નવેમ્બરે પ્રસિધ્ધ કરવામાં આવશે, ઉમેદવારી પત્ર 4 ડિસેમ્બર સુધી ભરી શકાશે

ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની આજે તારીખ પણ સત્તાવાર જાહેર થઈ જવા પામી હતી. ખેડા જિલ્લાની 520 ગ્રામ પંચાયતો પૈકી 432 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19મી ડિસેમ્બર યોજાવા જઈ રહી છે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા ચૂંટણી શાખા કામે લાગી ગઈ છે. ચાલુ વર્ષ ચૂંટણી માટેનું જ હોય તેમ જણાઈ રહ્યું છે. નોંધનીય છે કે થોડા માસ અગાઉ પાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ઉપરાંત પેટાચૂંટણી પણ યોજાઈ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી ખૂબ જ મહત્વની હોય છે. ખેડા જિલ્લાની 520 ગ્રામપંચાયતો પૈકી 432 ગ્રામપંચાયતના સરપંચોની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આગામી 19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી શાખા દ્વારા ગ્રામપંચાયતોની ચૂંટણી અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે ખેડા જિલ્લાના 10 તાલુકાની ગ્રામપંચાયતોના સરપંચો અને વોર્ડ સભ્યપદોની અનામત બેઠકોનું રોટેશન લીસ્ટ પણ અગાઉ જાહેર કરી દેવાયું હતું. જેમાં સ્ત્રી અનામત બેઠક, સામાન્ય, ઓ.બી.સી, બક્ષીપંચ અનામત, અનુ.જાતિ અનામત વગેરેનો સમાવેશ થતો હતો. જેને લઇને સ્થાનિક રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો હતો. તારીખની જાહેરાતને પગલે ચૂંટણી લડવા ઇચ્છતા અને સરપંચ બનવા ઇચ્છતા આગેવાનો તથા તેમના સમર્થકો દ્વારા અંદરખાને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી.

આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 9 લાખ 95 હજાર 745 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. જ્યારે જિલ્લામાં 1233 મતદાન બુથો ઊભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 434 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ કઠલાલના ગુંગળિયા અને ઠાસરા તાલુકાના કાલસર ગામનું વિભાજન થતાં બે ગ્રામ પંચાયતની બાદબાકી થઈ હતી. ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇને તાલુકા અને જિલ્લા કક્ષા સહિત પક્ષના રાજકીય નેતાઓ દ્વારા ગામોમાં જઇને ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર-પ્રસાર પણ શરૂ કરી દેવાયો છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સોમવારે જાહેરાત થતાં આચારસંહિતાની અમલવારી થઈ ચૂકી છે. આ અંગે નોટીસો તેમજ જાહેરનામા 29 નવેમ્બરે પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારો ઉમેદવારી પત્ર 4 ડિસેમ્બર સુધી ભરી શકશે. આ ઉમેદવારીપત્રોની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. જ્યારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે. 19 ડિસેમ્બર, રવિવારના રોજ 432 ગ્રામ પંચાયતની ચૂંટણી સવારે 7થી સાંજના 6 સુધી યોજાશે. જો જરૂર જણાય તો પુનઃ મતદાન માટે 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેના બાદ મતગણતરી 21 ડિસેમ્બરના રોજ યોજાશે.

ખેડા જિલ્લામાં તાલુકા વાર મતદારોની યાદી

તાલુકોગ્રામ પંચાયતપુરૂષ મતદારસ્ત્રી મતદારઅન્યકુલ મતદાર
નડિયાદ4990534838944174432
માતર323727235024272298
ખેડા283094729229160177
મહેમદાવાદ5971362671205138487
મહુધા373957737109076686
કઠલાલ4966378635246129908
કપડવંજ9887551818063169360
ઠાસરા464488841972086860
ગળેતશ્વર191924718095037342
વસો152586024334150195
કુલ43251361648210722995745
અન્ય સમાચારો પણ છે...