આયોજન:ખેડા જિલ્લાની 520 પૈકી 434 ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 172 સા. સ્ત્રી અને 173 સા. બેઠકો : અનામત બેઠકોના રોટેશન માટેનું નોટીફીકેશન પણ રજૂ કરી દેવાયું

ખેડા જિલ્લામાં ડિસેમ્બર માસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જિલ્લાની કુલ 520 ગ્રામ પંચાયત પૈકી 434 પંચાયતો પર ચૂંટણીના શંખનાદ વાગતા રાજકારણ ગરમાયુ છે. 434 પંચાયતોના 3882 વૉર્ડની ચૂંટણીમાં હજારોની સંખ્યામાં નાગરીકો મતદાન કરશે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લાવાર પંચાયતોની અનામત બેઠકોના રોટેશન માટેની નોટીફીકેશન પણ રજૂ કરી દીધી છે. જેમાં 172 બેઠક સામાન્ય સ્ત્રી, 173 સામાન્ય, 2 અ.જ.જાતિ સ્ત્રી અનામત બેઠકો, 14 અ.જા. સ્ત્રી, 28 ઓબીસી સ્ત્રી સહિતની અન્ય અનામત બેઠકો જાહેર થઈ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના રોટેશનની જાહેરાત થતા જ સરપંચ બનવા ઈચ્છતા ગામનેતાઓ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ લોકસંપર્ક વધારી દીધો છે. ગામડાઓની આ ચૂંટણીમાં કોઈ પક્ષનો મેન્ડેટ હોતો નથી.જો કે, વિચારધારા અને જે-તે પક્ષને વફાદાર હોય તેવા જ લોકો મોટા ભાગે ચૂંટણીમાં દાવેદારી કરતા હોય છે.

વળી, તાલુકા અને જિલ્લા પંચાયત સહિત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પર પણ ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા સરપંચ અસર પાડતા હોવાથી રાજકીય પક્ષો પણ આ ચૂંટણીમાં ખાસ્સો રસ લેતા હોય છે. ખેડા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજીતરફ બાકી ગ્રામ પંચાયતોની માર્ચ-2021માં મુદ્દત પૂર્ણ થાય તો તે સમયે ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

તાલુકાવાર ગ્રામ પંચાયતની ચૂંટણી
તાલુકોગ્રામ
પંચાયત
ગળતેશ્વર19
કપડવંજ98
કઠલાલ50
ખેડા28
મહુધા38
તાલુકોગ્રામ
પંચાયત
મહેમદાવાદ59
માતર31
નડિયાદ49
ઠાસરા47
વસો15
અન્ય સમાચારો પણ છે...