તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમને-સામને:નડિયાદના કણજરી પાલિકાના કાઉન્સિલર વિરુદ્ધ અરજી આપવાના મુદ્દે એક જ કોમના બે જુથ વચ્ચે ઝઘડો થતાં મારામારી

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે સામસામે ફરિયાદ નોંધી કુલ આઠ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી

નડિયાદ તાલુકાના કણજરી પાલિકાના કાઉન્સિલર સામે અરજી કેમ કરી તેમ કહી ચાર વ્યક્તિઓએ એક વ્યક્તિને માર મારતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં બે જૂથો આમને સામને આવી જતા મારામારી થઈ હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે સામસામે ફરિયાદમાં કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા શબ્બીર ઉર્ફે તાકાત વોરાને ગઈકાલે કણજરીના કાપડિયા કોમ્પલેક્ષ પાસે યાસીન ઉર્ફે બાબુદાદા વોરાએ અટકાવીને એવું જણાવ્યું હતું કે, તે પાલિકાના કાઉન્સિલર સોહિલ વોરા વિરુદ્ધ પાલિકામાં અરજી કેમ કરી છે? તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા બંને પક્ષના લોકો ભેગા થયા હતા અને મારામારી કરી હતી.

આ બનાવ અંગે શબ્બીર વ્હોરાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે યાસીન ઉર્ફે બાબુ દાદા વોરા, ઇમરાન ઉર્ફે કુલ્લો વહોરા, ઈરફાન વોરા અને સઈદ વોરા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામાપક્ષે યાસીન વોરાની ફરિયાદના આધારે શબ્બીર ઉર્ફે તાકાત વોરા, ઇમરાન વ્હોરા, સાજીદ ઉર્ફે દુલ્લી વહોરા અને હારુંન ઉર્ફે છાશ વોરા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...