ભાસ્કર વિશેષ:મૂળ હિમાચલ પ્રદેશની થોડા રમતમાં ખેડા જિલ્લાનો ડંકો, 7 ગોલ્ડ મેડલ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શાળાના 23 બાળકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

જુદી જુદી રમતો પ્રત્યે વધી રહેલ જાગૃતતાના કારણે ખેડા જિલ્લાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે. મૂળ હિમાચલ પ્રદેશની ગણાતી અને લુપ્ત થતી થોડા રમતને સરકાર દ્વારા જીવંત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ થોડા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાની ચાર શાળાના 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ પૈકી 7 વિદ્યાર્થીઓએ ગોલ્ડ, 9 એ સિલ્વર અને 7 એ બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ખેડા જિલ્લામાં વિઝન સ્કુલ પલાણા-નડિયાદ, એચ.એન.ડી પારેખ સ્કૂલ-ખેડા, જેમ્સ સ્કૂલ-રઘવાણજ ના 23 બાળકો થોડા ફેડરેશન ઓફ ગુજરાત ના સહયોગથી યુપીના આગ્રા ખાતે યોજાયેલ સેકન્ડ નેશનલ થોડા ચેમ્પિયન શીપમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તા.29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન દેશના 10 રાજ્યોની ધો.4 થી 8ના વિદ્યાર્થી સ્પર્ધકો આ રમતમાં ભાગ લીધો હતો.

જેમાં ખેડા જિલ્લાના 23 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. બાળકોના અગ્રેસર દેખાવના કારણે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યો પૈકી ગુજરાતનું સ્થાન પ્રથમ ક્રમાંકે રહ્યું હતુ. પરત આવેલા વિદ્યાર્થીઓનું વિઝન સ્કુલ ખાતે શાળાના સંચાલક તેમજ ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

થોડા નામની રમતમાં માર્શલ આર્ટ, આર્ટરી અને બોક્સિંગનું સંયુક્ત મિશ્રણ છે
થોડા રમત આમતો પૌરાણિક છે, પરંતુ ગુજરાત માટે તે નવી છે. આ રમત માર્શલ આર્ટ, આર્ચરી (તિરંદાજી) અને બોક્સિંગનું સંયુક્ત મિશ્રણ છે. ગેમમાં આ ત્રણે રમતના જુદા જુદા પ્રકારના સ્ટેપ હોય છે. જેના જુદા જુદા નિયમો હોય છે. જેને સ્પર્ધકે અનુસરવાના હોય છે. દરેક સ્ટેપ પર પોઈન્ટ મળતા હોય છે, જેમાં સૌથી વધુ સ્ટેપ એકત્ર કરનાર સ્પર્ધકની જીત થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...