તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ખેડા જિલ્લામાં હોળી દહનમાં ભીડ થાય તો આયોજકોને દંડ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં 28મીએ હોળીના તહેવાર તથા 29મીએ ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. સામાન્‍ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્‍થળો, ખુલ્‍લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્‍યામાં એકત્રિત થતા હોય છે.

મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે. આથી રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિ ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્‍યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમોને મંજૂરી આપી શકાશે નહીં તેમ ખેડા જિલ્લા તંત્રના સૂત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો