હુકુમ:કોરોનાનો ક્લેમ ન ચૂકવતા 2.50 લાખ ચૂકવવા આદેશ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદના કિશન સમોસાના ખાંચામાં રહેતા આશિષ દવેએ ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની પાસેથી કોરોના રક્ષક પોલીસી લીધી હતી. આ પોલીસી તારીખ 23 જુલાઈ 2020થી 3 મે 2021 સુધી કુલ 285 દિવસ એટલે કે 9 મહિના સુધી અમલમાં હતી. આ દરમિયાન ફરિયાદીને કોરોના થયો હતો અને તેમને નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં તારીખ 1 ડિસેમ્બર 2020ના રોજ લઈ જવાયા હતા. જ્યાં બેડ ખાલી ન હોવાથી તેમને મહાગુજરાત હૉસ્પિટલમાં ટ્રાન્સફરમાં કરાયા હતા. આ વાતને સાબિત કરતાં તમામ ડૉક્યુમેન્ટ તેમણે વીમા કંપની સમક્ષ રજૂ કર્યા હતા.

પરંતુ વીમાધારકે કોરોના રિપોર્ટ આવ્યાના 72 કલાકની અંદર સારવાર લીધી ન હોવાનું જણાવીને વીમા કંપનીને તેનો ક્લેમ નામંજૂર કર્યો હતો. જેથી આશિષ દવેએ વીમા કંપની સામે નડિયાદ ગ્રાહક કૉર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ ગ્રાહક કૉર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને ફરિયાદી પક્ષે ચુકાદો આપ્યો છે. જેમાં ગ્રાહક કૉર્ટે વીમા કંપનીને ફરિયાદીને વીમાની રકમ 2,50,000 રૂપિયા 7 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...