તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વડતાલના સ્વામી ઘનશ્યામ પ્રકાશમાં તપાસ માટે આદેશ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ચાઈલ્ડ વેલફેર કમિટિએ સ્યુમોટો દાખલ કરી

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચાવનારા પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજીના કથિક સેક્સકાંડના મુદ્દે હવે ખેડા ચાઈલ્ડ વેલફેર કમિટિએ સ્યુમોટો દાખલ કરી ચકલાસી પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીને નોટીસ ફટકારી છે અને આ બાબતે યોગ્ય તપાસ કરી બાળકોનું શોષણ થયું હોય તો તાત્કાલિક ગુનો દાખલ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. જોકે, આ નોટીસની મુદત વિતવા છતાં હજુ પોલીસે કોઇ અહેવાલ આપ્યો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ મંદિરના ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામી પોતાની વાસના સંતોષવા સેવાના નામે બાળકોને રૂમમાં બોલાવી માઇન્ડ વોશ કરીને તેમની સાથે દુષ્કૃત્ય કર્યાં છે. આ બાબતે તેમના જ શિષ્ય વેદાંત વલ્લભદાસનો વિડીયો વાયરલ થયો હતો.

અહેવાલ નહીં આપે તો જવાબદારો સામે પગલાં ભરાશે
ચકલાસી પોલીસને નોટીસ આપવા છતાં હજુ સુધી અહેવાલ પ્રાપ્ત થયો નથી. જો પોલીસ અહેવાલ નહીં આપે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. > રાકેશ રાવ, ચેરમેન, ચાઇલ્ડ વેલફેર કમિટિ, ખેડા.

અન્ય સમાચારો પણ છે...