આક્રોશ:નડિયાદ નગર પાલિકાની નવી બેઠક વ્યવસ્થાનો વિરોધ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.1 અને વોર્ડ નં.6માં કોઇ ફેરફાર ન થતાં આશ્ચર્ય કોંગ્રેસે ચૂંટણી પંચમાં વધુ ફેરફાર કરવા કરેલી માગણી

નડિયાદ પાલિકાની ગયા સપ્તાહે જ જાહેર થયેલી નવી બેઠક વ્યવસ્થાને લઇ વિરોધ ઉઠ્યો છે. આ વ્યવસ્થામાં આઠ જેટલી બેઠક એવી છે કે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોના ફાયદા માટે આ ફેરફાર નથી કરાયાં ? તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, નવી બેઠક વ્યવસ્થામાં અનામત સહિતની બેઠકમાં ફેરફાર કરવા કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.

નડિયાદ પાલિકાની 2020ની સામાન્ય ચૂંટણી માટે નવી બેઠક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 2015ની સામાન્ય ચૂંટણીમાં બેઠકો ફાળવવામાં આવેલી તેને ધ્યાને લઇને પ્રાથમિક આદેશમાં જે રીતે બેઠકો ફાળવેલી બતાવી છે. તેમાં આઠ બેઠકોના રોટેશનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં વોર્ડ વોર્ડ નં.1 અને વોર્ડ નં.6ની કુલ આઠ બેઠકના રોટેશન ફાળવણીમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાબતે કોંગ્રેસ દ્વારા રજુઆતમાં જણાવ્યું હતું કે, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સ્ત્રી અનામત બેઠકોની ફાળવણી બાબતે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રોટેશન પ્રમાણે ફેરફાર થવો જરૂરી છે. પરંતુ નડિયાદ પાલિકાની વોર્ડ નં.1 અને 6માં અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયા નથી. જેનો સુધારો કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...